ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી તરૂણ ચુગજી અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે પ્રદેશ પદાધિકારીઓની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં પ્રદેશ સંગઠન મહામંત્રી રજનીભાઇ પટેલ, ભાર્ગવભાઇ ભટ્ટ સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.