- Advertisement -
આગામી તા. 25 ડિસેમ્બરથી તા. 31 ડિસેમ્બર સુધી શૌર્યભૂમી ભુચરમોરી ખાતે ભવ્ય અને દિવ્ય “શૌર્યકથા”નું આયોજન કરવામાં આવ્યું છે. આ શૌર્યકથાનું આમંત્રણ આપવા માટે ખંભાળિયા રાજપુત સમાજની એક મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા જામનગર (ઉત્તર)ના લોકપ્રિય ધારાસભ્ય અને પૂર્વમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), અ.ગુ.રા.યુ. સંઘના મેનેજીંગ ટ્રસ્ટી ડૉ. જ્યેન્દ્રસિંહ જાડેજા, અ.ગુ.રા.યુ. સંઘના આંતરરાષ્ટ્રીય પ્રમુખ પી.ટી. જાડેજા સહિતના આગેવાનોએ શોર્યકથાના દરેક દિવસના કાર્યક્રમ, પ્રદર્શન, અશ્વદોડ, યુવા સંમેલન સહીતના કાર્યક્રમો સાથે ઉપસ્થિત રહેનાર આગેવાનો અને સંતો વિશે માહિતી આપી, સૌને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા આમંત્રણ આપવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ પી.એસ. જાડેજા અગ્રણી સી.આર.જાડેજા, ગોવુભા જાડેજા (ડાડા), સુરેન્દ્રસિંહ જાડેજા, પ્રવિણસિંહ જાડેજા, ભીખુભા ગોપાલજી, ગિરુભા જાડેજા, નાથુભા જાડેજા, ભાવસિંહ જાડેજા, ઘેલુભા જાડેજા, મયુરસિંહ જાડેજા, અહીંના રાજપુત સમાજ પ્રમુખ ચન્દ્રસિંહ જાડેજા, રવિરાજસિંહ જાડેજા, ભીખુભા જેઠવા અને અખિલ ગુજરાત રાજપુત યુવા સંઘ જામનગર ટીમ સહિત આગેવાનો સાથે રાજપુત સમાજના ભાઈઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
- Advertisement -