ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામે આગામી મહોરમના તહેવારોના અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. વાડીનાર તથા આસપાસના વિસ્તારોમાં મહોરમના પર્વની થતી ઉજવણીના અનુસંધાને વાડીનાર મરીન પોલીસ મથકના પી.એસ.આઈ. કે.એન. ઠાકરીયા દ્વારા વાડીનાર તથા આસપાસના વિસ્તારોના સ્થાનિક આગેવાનો, તાજીયા કમિટીના સભ્યો, હોદ્દેદારો, સ્થાનિક સરપંચ તથા ગ્રામજનોની એક બેઠક યોજવામાં આવી હતી. જેમાં વિવિધ મુદ્દે ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી.
આ ઉપરાંત વાડીનાર તથા આસપાસના નાના આંબલા, મોટા આંબલા, ભરાણા, માંઢા વિગેરે ગામોમાં મહિલા પી.એસ.આઈ. ઠાકરીયાની આગેવાની હેઠળ પોલીસ સ્ટાફ દ્વારા ફૂટ પેટ્રોલિંગ પણ યોજવામાં આવ્યું હતું. જેમાં કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી.