Saturday, December 21, 2024
Homeરાજ્યજામનગરપોલીસ અધિક્ષકની અધ્યક્ષતામાં ફૂટ પેટ્રોલિંગ અને શાંતિ સમિતિની બેઠક યોજાઈ

પોલીસ અધિક્ષકની અધ્યક્ષતામાં ફૂટ પેટ્રોલિંગ અને શાંતિ સમિતિની બેઠક યોજાઈ

ગણપતિ મહોત્સવ દરમિયાન અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરક્ષા: હિન્દુ-મુસ્લિમ અગ્રણીઓ સાથે શાંતિ સમિતિની બેઠક યોજી

- Advertisement -

જામનગર સહિત સમગ્ર રાજ્યમાં ગણેશઉત્સવ ધામધૂમપૂર્વક ઉજવાઈ રહહ્યો છે પરંતુ ગુજરાતના સુરત, વડોદરા અને કચ્છની ઘટના બાદ જામનગર પોલીસ અધિક્ષકે શાંતિ સમિતિની બેઠક યોજી લોકોને શાંતિથી તહેવાર ઉજવવા અપીલ કરી હતી તેમજ એસપીએ ગણપતિ પંડાલોની મુલાકાત લઇ ફુટ પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું.

- Advertisement -

જામનગર શહેર અને જિલ્લામાં ચાલી રહેલા ગણપતિ મહોત્સવમાં કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, શહેર ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા અને સિટી એ, બી, સી ડીવીઝનના પોલીસ ઈન્સ્પેકટરો તથા એલસીબી, એસઓજી સાથે બુધવારે સિટી એ ડીવીઝનમાં હિન્દુ મુસ્લિમ અગ્રણીઓની સાથે શાંતિ સમિતિની બેઠક યોજી અને લોકોને શાંતિથી તહેવાર મનાવવા શુભેચ્છા પાઠવી હતી તેમજ પોલીસવડાએ જણાવ્યું હતું કે, તમામ તહેવારોની ઉજવણી શાંતિથી કરવી જોઇએ. અમારી સાયબર ક્રાઈમ પોલીસ સોશિયલ મીડિયા ઉપર ચાંપતી નઝર રાખી રહી છે. કોઇપણ સમાજમાં ભેદભાવ ઉત્પન્ન થાય તે કદી નહીં ચલાવવી લઇએ. અને રાત્રિના સમયે રખડતા યુવકો સૌથી વધુ તકલીફો ઉભી કરતા હોય છે. જેથી આવા યુવકોને રાત્રિના સમયે બહાર નિકળતા અટકાવવા ઉપરાંત સોશિયલ મીડિયામાં કોઇ પોસ્ટ કરો તો સમજી વિચારીને કરજો. તેમજ જિલ્લામાં કોઇ અનિચ્છનીય બનાવ બનવાની શંકા હોય અથવા લોકો એકઠાં થયા હોય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું હતું.

પોલીસ અધિક્ષકે શહેરમાં ગણપતિ પંડાલોમાં દર્શન કરી ફુટ પેટ્રોલિંગ પણ કરવામાં આવ્યું હતું અને શહેરના જુદા જુદા વિસ્તારોમાં ગણપતિ પંડાલોની મુલાકાત લીધી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular