Saturday, December 21, 2024
Homeરાજ્યજામનગરરાજકોટ રેલવે ડિવિઝનના બોર્ડ સલાહકારોની બેઠક યોજાઇ

રાજકોટ રેલવે ડિવિઝનના બોર્ડ સલાહકારોની બેઠક યોજાઇ

જામનગર-મુંબઇ સૌરાષ્ટ્ર જનતા તથા ઓખા-જયપુર પુન: શરુ કરવા સહિતના પ્રશ્નો અંગે રજૂઆત કરાઇ

- Advertisement -

રાજકોટ ખાતે તા. 12ના રોજ રેલવે ડિવિઝનના સલાહકાર બોર્ડની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં હાલારના સલાહકારો દ્વારકાના પ્રતિનિધિ ચંદુભાઇ બારાઇ, જામનગરના મુકેશભાઇ દાસાણી તથા ખંભાળિયાના રાજુભાઇ વ્યાસએ રાજકોટ ડિવિઝનના ડીઆરએમ અનિલકુમાર જૈન સમક્ષ હાલારના પ્રશ્નો અંગે રજુઆત કરી હતી.

જેમાં સલાહકાર બોર્ડની બેઠક પ્રથમ વખત જ મળી હોય, તમામ સલાહકારોએ બોર્ડની સમય મર્યાદા વધુ બે વર્ષ માટે વધારી આપવા રજૂઆત કરી હતી. આ ઉપરાંત જામનગર-મુંબઇ વચ્ચે ચાલતી સૌરાષ્ટ્ર જનતા ટ્રેન પુન: શરુ કરવા, ઓખા-જયપુર ટ્રેન પુન: શરુ કરવા, મુંબઇ-રાજકોટ દુરંટો ટ્રેનને જામનગર સુધી લંબાવવા, દ્વારકા-ખંભાળિયા અને જામનગરના રેલવે સ્ટેશનો ઉપર મુસાફરોને પડતી મુશ્કેલીઓનું નિરાકરણ કરવા તથા સલાહકાર બોર્ડની બેઠક દર ત્રણ માસે બોલાવવા રજૂઆત કરવામાં આવી હતી. આ બેઠકમાં જેડઆરયુસીસીના સદસ્ય તરીકે સતત ત્રીજી વખત ચૂંટાયેલા પાર્થ ગણાત્રાનું હાલારના પ્રતિનિધિઓએ દ્વારકાધીશના ઉપવસ્ત્રોથી સન્માન કર્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular