જામનગર તાલુકાના બાવળિયા ગામમાં રહેતા ખેડૂત પ્રૌઢ તેના બાઈક પર પત્ની સાથે વડપાંચસરા ગામે પ્રસંગમાં જતાં હતાં તે દરમિયાન ગલ્લા ગામના પાટીયા નજીક પહોંચ્યા ત્યારે પાછળથી પૂરઝડપે આવી રહેલી કારે બાઈકને ઠોકર મારતા પ્રૌઢ દંપતીને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના બાવળિયા ગામમાં રહેતાં અને ખેતી કરતા કિશોરસિંહ ગગુભા જાડેજા (ઉ.વ.58) નામના પ્રૌઢ ગુરૂવારે સવારના સમયે તેના પત્ની નયનાબા (ઉ.વ.51) સાથે બાવળિયાથી વડપાંચસરા ગામે પ્રસંગમાં તેની જીજે-10-કે-8177 નંબરની બાઈક પર જતા હતાં ત્યારે જામનગર-સમાણા ધોરીમાર્ગ પર ગલ્લા ગામના પાટીયા પહોંચ્યા ત્યારે પાછળથી પૂરઝડપે આવી રહેલી જીજે-06-કેએચ-8686 નંબરના ચાલકે બાઈકને પાછળથી ઠોકર મારી હડફેટે લેતા અકસ્માતમાં પ્રૌઢ કિશોરસિંહ અને તેમના પત્ની નયનાબાને માથામાં ગંભીર ઈજા તથા શરીરે ઈજા પહોંચી હતી.ત્યાબાદ ઈજાગ્રસ્ત દંપતીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણના આધારે એએસઆઈ કે.કે. ચાવડા તથા સ્ટાફે પ્રૌઢના નિવેદનના આધારે કારચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.