Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરજામનગરની તીરૂપતિ પાર્ક સોસાયટીમાંથી દારૂના જથ્થા સાથે શખ્સ ઝબ્બે

જામનગરની તીરૂપતિ પાર્ક સોસાયટીમાંથી દારૂના જથ્થા સાથે શખ્સ ઝબ્બે

જામનગરના ઢીચડા રોડ પર આવેલા તીરૂપતિ પાર્કમાં રહેણાંક મકાનમાંથી સીટી સી ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન બાવન બોટલ દારૂ સાથે શખ્સને ઝડપી લીધો હતો.

- Advertisement -

દારૂ અંગેના દરોડાની વિગત મુજબ, જામનગરના ઢીચડા રોડ પર આવેલા તીરૂપતિ પાર્કમાં રહેતાં કૌશલ પદમશી શર્મા નામના શખ્સના મકાનમાં દારૂનો જથ્થો હોવાની હરદીપ બારડ, યુવરાજસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પીઆઈ પી.એલ. વાઘેલા, એન.એ. ચાવડા, પીએસઆઈ વી.બી.બરબસીયા, હેકો ફેઝલભાઈ ચાવડા, જાવેદભાઈ વજગોળ, પ્રદિપસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ ચુડાસમા, પોકો મહેન્દ્રસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, વિપુલભાઈ સોનગરા, ખીમશીભાઈ ડાંગર, હરદીપભાઈ બારડ, યુવરાજસિંહ જાડેજા તથા સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા રૂા.26000 ની કિંમતની બાવન બોટલ ઈંગ્લીશ દારૂ મળી આવતા પોલીસે કૌશલ પદમશી શર્મા નામના શખ્સની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular