ખંભાળિયામાં રહેતા એક પરિવારની આશરે 13 વર્ષની સગીર પુત્રીને અવારનવાર વિવિધ પ્રકારે છેડતી કરી, પજવણી કરતા અત્રે ભઠ્ઠી ચોક વિસ્તારમાં રહેતા અહેમદ ઉર્ફે ભુરિયો ઈકબાલ અલીમિયા બુખારી નામના 20 વર્ષના શખ્સને પોલીસે દબોચી લીધો હતો. જેની સામે પોક્સો એક્ટ સહિતની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
આ શખ્સને તપાસનીસ અધિકારી ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોષીએ અહીંની અદાલતમાં રજૂ કરતા નામદાર અદાલતે આરોપી અહેમદ ઉર્ફે ભુરીયો બુખારીને જેલ હવાલે કરવા માટેનો હુકમ કર્યો હતો.