જોડિયા તાલુકાના કોઠારીયા ગામની સીમમાં આવેલા ખેતરમાં દારૂની બોટલોનો જથ્થો હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન મજૂરી કરતા શખ્સને 132 બોટલ ઇંગ્લીશ દારૂ અને બીયરના બે ટીન તથા એક મોબાઇલ સહિત રૂા.71,400 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.
દારૂ અંગેના દરોડાની વિગત મુજબ, જોડિયા તાલુકાના કોઠારીયા ગામે તળાવની પાળ વાળા રસ્તે પાધેડુ સીમમાં આવેલી રાહુલ બાબુ મકવાણાના કબ્જાની વાડીમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના પો.કો. કુલદિપસિંહ જાડેજા, જયદીશ જેસડિયાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી આર.બી. દેવધાના માર્ગદર્શન હેઠળ સીપીઆઈ એ.આર. ચૌધરીના નેજા હેઠળ પીએસઆઈ બી.એલ. ઝાલા, ઈન્ચાર્જ પીએસઆઈ પી.જી. પનારા, એએસઆઈ પી ડી જરૂ, પો.કો. કુલદિપસિંહ જાડેજા અને જયદીપ જેસડિયા સહિતના સ્ટાફ રેઈડ દરમિયાન ખેતરમાંથી રૂા.66,000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 132 બોટલ તથા રૂા.400 ની કિંમતના બીયરના બે ટીન અને રૂા.5000 ની કિંમતનો એક મોબાઇલ મળી કુલ રૂા. 71,400 ના મુદામાલ સાથે રવિ ગોવિંદ મકવાણા નામના શખ્સને દબોચી લીધો હતો અને રવિની પૂછપરછ કરતા આ દારૂના જથ્થામાં સાજન બાબુ સવસેટા અને રાહુલ બાબુ મકવાણા નામના બે શખ્સોની સંડોવણી ખુલ્લી હતી. જેના આધારેે પોલીસે ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.