જામનગર શહેરમાં મયુરનગર વામ્બે આવાસ કોલોની પાસેથી એલસીબીએ એક શખ્સને દેશી બનાવટની ગેરકાયદેસર પિસ્તોલ સાથે ઝડપી લઇ બે શખ્સ વિરુધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં મયુરનગર વામ્બે આવાસ કોલોની પાસેથી શખ્સ ગેરકાયદેસર પિસ્તોલ સાથે પસાર થવાની મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા દિપન ભદ્રનની સૂચનાથી એલસીબી પીઆઈ એસ. એસ. નિનામા, પીએસઆઈ આર.બી. ગોજિયા, કે.કે. ગોહિલ, બી.એમ. દેવમુરારી તથા માંડણભાઇ વસરા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, અશ્ર્વિનભાઈ ગંધા, દિલીપભાઈ તલવાડિયા, ફીરોજભાઈ દલ, હિરેભાઈ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઈ ધાધલ, પ્રતાપભાઈ ખાચર, વનરાજભાઈ મકવાણા, રઘુભા પરમાર, ધાનાભાઈ મોરી, યશપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, અજયસિંહ ઝાલા, યોગરાજસિંહ રાણા, બળવંતસિંહ પરમાર, લખમણભાઈ ભાટિયા, ભારતીબેન ડાંગર, એ.બી. જાડેજા સહિતના સ્ટાફે વોચ ગોઠવી હતી.
દરમિયાન બાતમી મુજબનો શખ્સ પસાર થતા એલસીબીની ટીમે કિશન કિશોર ચૌધરી નામનો ધરારનગરમાં રહેતા શખ્સને આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.25000 ની કિંમતની લાયસન્સ વગરની દેશી બનાવટની ગેરકાયદેસર પિસ્તોલ મળી આવતા પોલીસે કિશનની અટકાયત કરી પૂછપરછ હાથ ધરતા સુનિલ નામના શખ્સની સંડોવણી ખુલ્લી હતી. જેના આધારે એલસીબીએ સુનિલની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
જામનગર શહેરમાંથી લાયસન્સ વગરની પિસ્તોલ સાથે શખ્સ ઝડપાયો
એલસીબીએ બાતમીના આધારે વામ્બે આવાસ પાસેથી દબોચ્યો: 25 હજારની પિસ્તોલ કબ્જે : એક શખ્સની સંડોવણી ખુલ્લી