Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરચોરાઉ મોટર સાયકલ સાથે એક શખ્સ ઝડપાયો

ચોરાઉ મોટર સાયકલ સાથે એક શખ્સ ઝડપાયો

સીટી સી પોલીસ દ્વારા રૂા. 20,000ની કિંમતનું મોટર સાયકલ કબજે

જામનગર શહેરમાં સીટી સી પોલીસે એક શખ્સને ચોરાઉ મોટર સાયકલ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત અનુસાર જામનગર સીટી સી ડિવીઝનમાં નોંધાયેલા બાઇક ચોરીના કેસમાં સીટી સી પોલીસના સ્ટાફ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમ્યાન સીટી સીના સ્ટાફને મળેલ બાતમીને આધારે પીયુષ હર્ષદ ચૌહાણ નામનો શખ્સ જી.જે-10 સીએ 9865 નંબરનું મોટરસાયકલ લઇ નિકળતાં આ મોટર સાયકલ ચોરાઉ હોવાનું સામે આવતાં સીટી પોલીસ સ્ટાફ દ્વારા આરોપી પિયુષને રૂા. 20,000ની કિંમતના મોટર સાયકલ સહિતના મુદામાલ સાથે ઝડપી લીધો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular