જામનગર શહેરના ખોડિયાર કોલોની શાકમાર્કેટ પાસેથી એલસીબીએ મોબાઇલ ચોરને દબોચી લઇ ચોરાઉ મોબાઇલ કબ્જે કર્યો હતો.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં ખોડિયાર કોલોની શાકમાર્કેટ પાસેથી ચોરાઉ મોબાઇલ સાથે તસ્કર પસાર થવાની એલસીબીના સંજયસિંહ વાળા, દિલીપ તલાવડિયા, હિતેન્દ્રસિંહ જાડેજા અને કાસમ બ્લોચને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઈ વી.એમ. લગારીયા તથા સ્ટાફે વોચ ગોઠવી મહાવીરસિંહ નરેન્દ્રસિંહ સરવૈયા (રહે. નીલકંઠ પાર્ક ઢીચડા રોડ, જામનગર અને મૂળ ભાવનગર) વાળાને દબોચી લઇ તેની પાસેથી રૂા.10000 ની કિંમતનો સેમસંગ કંપનીનો ચોરાઉ મોબાઇલ સાથે ઝડપી લઇ સિટી સી ડીવીઝનને સોંપવા કાર્યવાહી હાથ ધરી હતી.