જામનગર શહેરમાં નાગેશ્વર વ્હોરાના હજીરા પાછળ આવેલા બેઠા પુલ પરથી સિટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે દેશી બનાવટની પિસ્તોલ અને બે કાર્ટીસ સાથે શખ્સને ઝડપી લીધો હતો.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં ગેરકાયદેસર હથિયાર સાથે શખ્સ પસાર થવાની એએસઆઈ રઘુવીરસિંહ પરમાર, પો.કો. સાજીદ બેલીમ અને મયુરરાજસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ પીઆઇ પી પી ઝા, પીએસઆઈ કે.ડી. જાડેજા, એએસઆઈ રઘુવીરસિંહ પરમાર, હેકો રાજેશ વેગડ, ક્રિપાલસિંહ સોઢા, દશરથસિંહ પરમાર, પો.કો. સંજય પરમાર, જયદીપસિંહ જાડેજા, કલ્પેશ અઘારા, હિતેશ મકવાણા, મયુરરાજસિંહ જાડેજા, વિપુલ ગઢવી, સાજીદ બેલીમ સહિતના સ્ટાફે વોચ ગોઠવી નાગેશ્વરમાં વ્હોરાના હજીરા પાછળ આવેલા બેઠા પુલ પરથી પસાર થતા બાતમી મુજબના તોસિફ ઉર્ફે તોયો સલીમ કુરેશી (રહે. લંઘાવાડનો ઢાળિયો, આરબફળી, કાનજી સાહેબનો ડેલો જામનગર) નામના શખ્સને આંતરીને તલાસી લેતા તેની પાસેથી રૂા.25000 ની કિંમતની દેશી બનાવટની લોખંડની ચાલુ પિસ્તોલ તથા રૂા.200 ની કિંમતના બે જીવતા કાર્ટીસ મળી આવતા પોલીસે ધરપકડ કરી હતી.