Thursday, December 26, 2024
Homeરાજ્યજામનગરજોડિયા પંથકમાંથી બારબોરની બંદૂક સાથે શખ્સ ઝડપાયો

જોડિયા પંથકમાંથી બારબોરની બંદૂક સાથે શખ્સ ઝડપાયો

- Advertisement -

જોડિયા તાલુકાના બોડકા ગામથી જૂના જીરાગઢ જવાના માર્ગ પરથી એસઓજીની ટીમે આમરણના શખ્સને રૂા.10,000 ની કિંમતની બારબોરની બંદૂક સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જોડિયા તાલુકાના બોડકા ગામથી જૂના જીરાગઢ તરફ જવાના માર્ગ પરથી બંદૂક સાથે પસાર થવાની એસઓજીના રાજેશ મકવાણા, અનિરૂધ્ધસિંહ ઝાલા, હર્ષદ ડોરીયા, ચંદ્રસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચના પીઆઇ બી.એન. ચૌધરી, પીએસઆઇ જે.ડી.પરમાર તથા સ્ટાફે વોચ ગોઠવી બાતમી મુજબના શખ્સને આંતરીને તલાસી લેતા અયુબખાન ઉર્ફે ખાન બહાદુરખાન જતોઇ (રહે.આમરણ જિ. મોરબી) નામના શખ્સ પાસેથી રૂા.10,000 ની કિંમતની બારબોરની ગેરકાયદેસર બંદૂક મળી આવતા પોલીસે અયુબખાનની ધરપકડ કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular