જામનગર શહેરમાં દિગ્જામ સર્કલ નજીકથી સિટી સી પોલીસે એક શખ્સને તેના કબ્જાની રીક્ષામાંથી રૂા.3000 ની કિંમતની 6 નંગ દારૂની બોટલ સાથે ઝડપી લઇ કુલ રૂા.1,03,000 ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના દિગ્જામ સર્કલ આરવ બિલ્ડિંગ નજીકથી જામનગર સિટી સી પોલીસે મનિષ કિરીટ નંદા નામના શખ્સને જીજે-10-ટીડબલ્યુ-2828 નંબરની રીક્ષામાંથી રૂા.3000 ની કિંમતની 6 નંગ દારૂની બોટલ સાથે ઝડપી લીધો હતો અને રૂા.1 લાખની કિંમતની રીક્ષા તથા રૂા.3000 ની કિંમતની દારૂની બોટલ સહિત કુલ રૂા.1,03,000 ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આરોપીની પૂછપરછ દરમિયાન દારૂની બોટલ મિહીર દેવાભા માણેક દ્વારા સપ્લાય કરી હોવાનું ખુલતા પોલીસ દ્વારા સપ્લાયર મિહીર માણેકની શોધખોળ હાથ ધરી હતી.