Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગરના બેડીમાંથી ગાંજાનું વેંચાણ કરતો શખ્સ ઝડપાયો

જામનગરના બેડીમાંથી ગાંજાનું વેંચાણ કરતો શખ્સ ઝડપાયો

300 ગ્રામ ગાંજાના જથ્થા સાથે એસઓજીની ટીમે બટેટીને દબોચ્યો : સુરતના શખ્સ પાસેથી ખરીદ્યાની કેફીયત

- Advertisement -

જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લાં ઘણા સમયથી નશીલા પદાર્થની હેરાફેરી અને વેચાણ કરાતું હોવાની ઘટનાઓ અનેકગણી વધી ગઈ છે. શહેરમાંથી વેંચાણ કરાતા સ્થળે રેઈડ દરમિયાન કાર્યવાહી કરવામાં આવે છે પરંતુ નશીલા પદાર્થોનું વેંચાણ અટકતું નથી. બેડી વિસ્તારમાં એસઓજીની ટીમે ગાંજાના જથ્થા સાથે શખ્સને ઝડપી લીધો હતો.

- Advertisement -

દરોડાની વિગત મુજબ, જામનગરના બેડી થળી પાળામાં આવેલા અખતરઝા ચોક વિસ્તારમાં રહેતો શખ્સ ગાંજાનું વેંચાણ કરતો હોવાની દિનેશ સાગઠીયા, રમેશ ચાવડા, સોયબ મકવાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઈ બી.એન. ચૌધરી, પીએસઆઈ જે.ડી.પરમાર તથા ટીમ દ્વારા રેઈડ દરમિયાન અકબર ઉર્ફે બટેટી ઓસમાણ નંદામણાના રહેણાંક મકાનમાંથી તલાસી લેતા રૂા.3000 ની કિંમતનો 300 ગ્રામ ગાંજાનો જથ્થો અને રૂા.2310 ની રોકડ રકમ તેમજ રૂા.5000 ની કિંમતનો એક મોબાઇલ સહિત કુલ રૂા.10310 ના મુદ્દામાલ સાથે અકબરની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી. પૂછપરછ દરમિયાન અકબરે ગાંજાનો જથ્થો સુરતના અશ્ર્વિનનગર રેલવેના પાટા નીચે પુલીયા પાસે રહેતા રોશન મો.91732 39126 નંબર ધારક પાસેથી ખરીદ કર્યાની કેફીયત આપી હતી. જેના આધારે એસઓજીએ ગુનો નોંધી બેડી મરીન પોલીસને સોંપી આપતા પીએસઆઇ એમ.એલ. ઓડેદરા તથા સ્ટાફે અકબરના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular