Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં દરબારગઢ સર્કલ નજીકથી ક્રિકેટનો ડબ્બો ચલાવતો શખ્સ ઝડપાયો

જામનગરમાં દરબારગઢ સર્કલ નજીકથી ક્રિકેટનો ડબ્બો ચલાવતો શખ્સ ઝડપાયો

રોકડ રકમ અને એક મોબાઇલ મળી કુલ રૂા રૂા.2300 નો મુદ્દામાલ કબ્જે : બે શખ્સો વિરૂધ્ધ સિટી એ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી આરંભી

- Advertisement -

જામનગર શહેરમાં દરબારગઢ સર્કલ નજીક જાહેરમાં મોબાઇલ પર આઈપીએલ 20-20 ના લાઈવ પ્રસારણ ઉપર રનફેરનો જૂગાર રમાડતા શખ્સને પોલીસે રોકડ અને મોબાઇલ મળી રૂા.2300 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં દરબારગઢ સર્કલ નજીક જાહેરમાં મોબાઇલ પર આઈપીએલ 20-20 માં રાજસ્થાન રોયલ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે રમાતા ક્રિકેટ મેચના જીવંત પ્રસારણ ઉપર રનફેરનો જૂગાર રમાડાતો હોવાની બાતમીના આધારે સિટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન ખીમા ઉર્ફે કાના જીવાભાઈ મૂળિયાં નામના શખ્સને ઝડપી લઇ રૂા.1800 ની રોકડ અને રૂા.500 ની કિંમતનો એક મોબાઇલ મળી કુલ રૂા.2300 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતા જુલ્ફીકાર શેખ મો. નં 91048 44487, 95129 20051, 95129 20052 નંબરના મોબાઇલ ધારક પાસે સોદાઓ કરાવતો હોવાની કેફિયત આપતા પોલીસે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular