જામનગર શહેરના એમ પી શાહ ઉદ્યોગનગર વિસ્તારમાં જાહેરમાં આઈપીએલ ક્રિકેટ ટૂર્નામેન્ટના જીવંત પ્રસારણ ઉપર રનફેરનો જૂગાર રમાડતા એક શખ્સને પોલીસે 1650 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના એમ પી શાહ ઉદ્યોગનગર વિસ્તારમાં જાહેરમાં આઈપીએલ ક્રિકેટ ટૂર્નામેન્ટના કોલકાતા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ વચ્ચેની મેચના જીવંત પ્રસારણ ઉપર રનફેરનો જૂગાર રમાડતો હોવાની બાતમીના આધારે સીટી બી ડીવીઝન પોલીસે રેઇડ દરમિયાન કાસમ દાઉદ મલેક નામના શખ્સને રૂા.1150 ની રોકડ રકમ અને એક મોબાઇલ સહિત કુલ રૂા.1650 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતા કાસમ દિપેશ તન્ના નામના શખ્સ પાસે કપાત કરાવતો હોવાનું જણાવતા પોલીસે બન્ને શખ્સો વિરુધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.