Monday, December 23, 2024
Homeરાજ્યભાણવડના નવાગામમાંથી ગાંજાનું વાવેતર કરતો શખ્સ ઝડપાયો

ભાણવડના નવાગામમાંથી ગાંજાનું વાવેતર કરતો શખ્સ ઝડપાયો

દ્વારકા એસઓજી ટીમનો દરોડો : રૂા.1 લાખની કિંમતનો 10 કિલો 242 ગ્રામ ગાંજાનો મુદ્દામાલ કબ્જે : એનડીપીએસ એકટ હેઠળ ગુનો નોંધી વધુ પૂછપરછ

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયાકિનારાના વિસ્તારમાંથી નશીલા પદાર્થ ઝડપાવાના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. દરમિયાન દ્વારકા એસઓજીની ટીમે ભાણવડ તાલુકાના નવાગામમાં રહેતાં શખ્સના મકાનમાંથી રેઈડ દરમિયાન સુકો અને લીલો ગાંજો મળી કુલ 10 કિલો 242 ગ્રામ ગાંજાના મુદ્દામાલ સાથે ઝડપી લઇ એનડીપીએસ એકટ હેઠળ ગુનો નોંધી વધુત પૂછપરછ આરંભી હતી.

- Advertisement -

આ અંગેની વધુ વિગત મુજબ, દેવભૂમિ દ્વારકાના ભાણવડ તાલુકાના નવાગામમાં રહેતો શખ્સ ગેરકાયદેસર રીતે નશીલા પદાર્થ ગાંજાનું વાવેતર કરી વેચાણ કરતો હોવાની એસઓજીના એએસઆઈ ઈરફાન ખીરા અને મહમદ બ્લોચને મળેલી સંયુકત બાતમીના આધારે જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેયની સૂચનાથી પીઆઇ પી.પી.સિંગરખીયા, એએસઆઈ મહમદ બ્લોચ, હરદેવસિંહ જાડેજા, કાનાભાઈ માડમ, ભીખાભાઈ ગાગીયા, ઈરફાન ખીરા, લખમણ આંબલિયા અને હેકો દિનેશ માડમ, જીતુ હુણ, કિશોરસિંહ જાડેજા તથા પો.કો. ખેતશીભાઈ મુંઢ અને જગદીશ કરમુર સહિતના સ્ટાફે ભાણવડ તાલુકાના ધારસીંગ વિસ્તારમાં આવેલા નવાગામમાં રહેતાં પરબત ખીમા પીપરોતર નામના શખ્સના મકાનમાં રેઈડ કરી હતી. રેઈડમાં મકાનના ફળિયામાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થ ગાંજાના છોરનું વાવેતર કરી તૈયાર થયા બાદ સુકવણી કરી ગાંજાનું છૂટક વેચાણ કરતો હતો.

એસઓજીની ટીમે રેઈડ દરમિયાન પરબતના મકાનમાંથી રૂા.4000 ની કિંમતનો 400 ગ્રામ સુકો ગાંજો અને રૂા.98420ની કિંમતનો 9 કિલો 842 ગ્રામ ગાંજાના 7 નંગ લીલા છોડ મળી આવતા એસઓજીની ટીમે કુલ રૂા.1,02,420 ની કિંમતનો 10 કિલો 242 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવતા કબ્જે કરી એનડીપીએસ એકટની કલમ 8 (સી), (બી), 20(એ), 20 (2) બી મુજબ ગુનો નોંધી ધરપકડ કરી વધુ પૂછપરછ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular