જામનગર શહેરમાં ગાંધીનગર સોનિયા નગર વિસ્તારમાં આઈપીએલ ક્રિકેટ ટૂર્નામેન્ટના મેચના લાઇવ પ્રસારણ ઉપર રનફેરનો જૂગાર રમાડતા શખ્સને સીટી બી ડીવીઝન પોલીસે રેઈડ દરમિયાન રૂા.5230 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જૂગાર દરોડાની વિગત મુજબ, જામનગર શહેરમાં ગાંધીનગરમાં સોનિયાનગર વિસ્તારમાં જાહેરમાં આઈપીએલ ક્રિકેટ ટૂર્નામેન્ટની દિલ્હી કેપિટલ અને કોલકતા નાઈટ રાઈડર્સ વચ્ચેની મેચના જીવંત પ્રસારણ ઉપર મોબાઇલ દ્વારા રનફેરનો જૂગાર રમાડતો હોવાની બાતમીના આધારે સિટી બી ડીવઝિન પોલીસ સ્ટાફે અશોક કનૈયાલાલ થાવરાણી નામના વેપારી શખ્સને ઝડપી લઇ તેમની પાસેથી રૂા.230 ની રોકડ અને રૂા.5000ની કિંમતનો મોબાઇલ મળી કુલ રૂા.5230 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.