Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરક્રિકેટનો ડબ્બો ચલાવતો શખ્સ ઝડપાયો

ક્રિકેટનો ડબ્બો ચલાવતો શખ્સ ઝડપાયો

રોકડ અને મોબાઇલ મળી રૂા.7200 ના મુદ્દામાલ કબ્જે : પાંચ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી સીટી એ પોલીસ દ્વારા કાર્યવાહી

- Advertisement -

જામનગર શહેરમાં દિ.પ્લોટ શેરીનં. 58 માંથી મોબાઇલ પર આઈપીએલ 20-20 ના લાઈવ પ્રસારણ ઉપર રનફેરનો જૂગાર રમાડતા શખ્સને પોલીસે રોકડ અને મોબાઇલ મળી રૂા.7200 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ પાંચ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં દિ.પ્લોટ શેરીનં. 58 જ્લેશ્વરી ભંડાર પાસે મોબાઇલ પર આઈપીએલ 20-20 માં લખનૌ સુપર જાયન્ટ અને કલકત્તા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાતા ક્રિકેટ મેચના જીવંત પ્રસારણ ઉપર રનફેરનો જૂગાર રમાડાતો હોવાની બાતમીના આધારે સિટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન પોતેપ્રકાશ દેવજીભાઈ ભદ્રા નામના શખ્સને ઝડપી લઇ રૂા. 4200 ની રોકડ અને રૂા.3000 ની કિંમતનો એક મોબાઇલ મળી કુલ રૂા.7200 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતા શંકર મો. નં 97234 05548, 98240 50059, 75750 45024, હાર્દિક ઉર્ફે મુન્નુ મો. નં 93162 72734, ભરત મો. નં 98983 88028, અશોક ઉર્ફે પપ્પી મો. નં 95746 46773 નંબરના મોબાઇલ ધારક પાસે સોદાઓ કરાવતો હોવાની કેફિયત આપતા પોલીસે પાંચ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular