Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરVideo : ધ્રોલના માર્કેટીંગ યાર્ડની મહાવીર ટ્રેડીંગ કંપનીમાં થયેલ ચોરીના કેસમાં એક...

Video : ધ્રોલના માર્કેટીંગ યાર્ડની મહાવીર ટ્રેડીંગ કંપનીમાં થયેલ ચોરીના કેસમાં એક શખ્સ ઝડપાયો

ધ્રોલના માર્કેટીંગ યાર્ડની મહાવીર ટે્રડીંગ કંપનીમાં થયેલ ચોરીના કેસમાં એક શખ્સ ઝડપાયો જામનગર એલસીબી દ્વારા રૂા.2 લાખની રોકડ રકમ તથા મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ કબ્જે : અન્ય બે શખ્સોની શોધખોળ

- Advertisement -

ધ્રોલ માર્કેટીંગ યાર્ડમાં મહાવીર ટે્રડીંગ કંપનીમાં થયેલ ચોરીના કેસમાં એલસીબી પોલીસે એક શખ્સને રૂા.2,00,000 ની રોકડ રકમ, સ્પ્લેન્ડર તથા મોબાઇલ ફોન સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, ધ્રોલ માર્કેટીંગ યાર્ડમાં મહાવીર ટે્રડીંગ કંપનીની દુકાનમાં ગત તા.18 જુનના રોજ રૂા.10,85,000 ની રોકડ રકમની ચોરી થઈ હોવા અંગે ફરિયાદ નોંધાઈ હતી. આ કેસમાં એલસીબીની ટીમ, ટેકનિકલ સેલની મદદથી આરોપીની શોધમાં હતી આ દરમિયાન એલસીબીના સંજયસિંહ વાળા, દિલીપભાઈ તલાવડિયા, હિતેન્દ્રસિંહ જાડેજા તથા યશપાલસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચના તથા એલસીબી પીઆઇ જે.વી. ચૌધરી, પીએસઆઈ આર.કે.કરમટાના માર્ગદર્શન હેઠળ પીઆઈ જે.વી. ચૌધરી, પીએસઆઈ એસ.પી.ગોહિલ તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવડિયા, ભગરથસિંહ સરવૈયા, હરદીપભાઈ ધાંધલ, અશોકભાઈ સોલંકી, વનરાજભાઇ મકવાણા, ધાનાભાઈ મોરી, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, અજયસિંહ ઝાલા, શિવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, રાકેશભાઈ ચૌહાણ, કિશોરભાઈ પરમાર, સુરેશભાઇ માલકિયા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બાલસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતના સ્ટાફ દ્વારા ધ્રોલ તાલુકાના માણેકપર ગામના પાટીયા પાસેથી પ્રકાશ ઉર્ફે પકો જેન્તી કુઢીયા નામના શખ્સને રૂા.2 લાખની રોકડ, ચોરીના પૈસામાંથી ખરીદેલ રૂા.40 હજારનો આઈફોન, રૂા.40 હજારની કિંમતનું હિરોહોન્ડા સ્પ્લેન્ડર તથા ચોરી કરવામાં ઉપયોગમાં લીધેલ પકડ તથા લોખંડ કાપવાની તણી સહિતના સાધનોનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

- Advertisement -

તેમજ આ કેસના અન્ય આરોપી અનિલ રામા સોલંકી તથા પરેશ નરશી સોલંકી નામના અન્ય બે શખ્સોની શોધખોળ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular