જામનગર શહેરમાં ઉનની કંદોરી પાસે આવેલા ગણેશવાસ વિસ્તારમાં રહેતો શખ્સ ઘરની છત પર ગાળો બોલતો હોવાથી સમજાવવા ગયેલા મહિલા અને તેણીના દેરાણીને શખ્સે બિભત્સ ચેનચાળા કરી મહિલાના પતિને ગાળો કાઢી ધમકી આપ્યાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેરમાં ઉનની કંદોરી પાછળના ગણેશવાસ વિસ્તારમાં રહેતાં ભાનુબેન હમીરભાઇ પરમાર નામના મહિલા તેના દેરાણી સાથે તેના વિસ્તારમાં રહેતો કાનજી ઉર્ફે કાનો દેવશી વિંજોડા નામનો શખ્સ તેના ઘરની છત ઉપર ગાળો બોલતો હતો. જેથી મહિલા અને તેની દેરાણી સમજાવવા જતાં કાનજીએ બન્ને મહિલાઓ સામે બિભત્સ ચેનચાળા કરતાં મહિલાએ આ બાબતે તેના પતિને જાણ કરતાં મહિલાનો પતિ હમીરભાઇ જગદિશ દેવશી વિંજોડાને સમજાવવા જતાં કાનજી અને જગદિશ બન્ને ભાઇઓએ હમીરભાઇને ગાળો કાઢીને મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે મહિલા દ્વારા જાણ કરાતા હે.કો. એમ. આર. પરમાર તથા સ્ટાફએ બે ભાઇ વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


