જામનગર શહેરમાં ચૌહાણફળી સામેના જાહેરમાર્ગ પર પાકિસ્તાનમાં રમાતી ટી-20 ક્રિકેટ ટૂર્નામેન્ટના પ્રસારણ ઉપર રનફેરનો જૂગાર રમાડતા એક શખ્સને પેરોલ ફર્લો સ્કવોર્ડે રૂા.18100 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતા વધુ એક શખ્સની સંડોવણી ખુલ્લી હતી.
જૂગાર દરોડાની વિગત મુજબ, જામનગર શહેરમાં રણજીતરોડ પર આવેલી ચૌહાણફળી સામેના માર્ગ પર જાહેરમાં પાકિસ્તાનમાં રમાતી પાકિસ્તાન સુપર લીગ ટી-20 ક્રિકેટ ટૂર્નામેન્ટમાં કવેટા ગ્લેડીયેટર્સ તથા પેશાવર ઝાલમી ટીમ વચ્ચે રમાતા મેચ ઉપર મોબાઇલમાં સ્કોર જોઇને રનફેરનો જૂગાર રમાડતા હોવાની મળેલી બાતમીના આધારે પીએસઆઈ એ.એસ. ગરચર તથા એએસઆઈ ધર્મેન્દ્રસિંહ જાડેજા, પોલીસ હે.કો. ગજેન્દ્રસિંહ જાડેજા, સુરેન્દ્રસિંહ ચૌહાણ, નિર્મળસિંહ જાડેજા, ભરતભાઈ ડાંગર, રાજેશ સુવા, ગીરીરાજસિંહ જાડેજા, સલીમ નોયડા, કાસમભાઈ બ્લોચ, મેહુલભાઈ ગઢવી તથા રણજીતસિંહ પરમાર તથા પો.કો. ધર્મેન્દ્રભાઈ વૈષ્ણવ સહિતના સ્ટાફે રેઈડ દરમિયાન વૈભવ રમેશ ચતવાણી નામના શખ્સને 8100 ની રોકડ તથા 10 હજારનો મોબાઇલ મળી કુલ રૂા.18100 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતા પિન્ટુભાઈ મો.નં.9097029999 ની સંડોવણી ખુલ્લી હતી. જેથી પોલીસે આ શખ્સની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.