ખંભાળિયા પંથકમાંથી તાજેતરમાં એક મોટરસાયકલ ચોરીનો બનાવ નોંધાયો હતો. જે સંદર્ભે સ્થાનિક પોલીસ દ્વારા કાર્યવાહી દરમિયાન અહીંના પી.આઈ. ડી.એમ. ઝાલાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિયમ દરમિયાન સર્વેન્સ સ્ટાફના વિરેન્દ્રસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે મૂળ ઉત્તર પ્રદેશ રાજ્યના ફિરોઝાબાદ જિલ્લા ખાતેના વતની અને હાલ અહીંના વાછરાડાડાના મંદિર પાસે રહેતા શ્રમિક યુવાન રીસી મહેશકુમાર યાદવ નામના 23 વર્ષના શખ્સને પોલીસે રૂપિયા 20,000 ની કિંમતના ચોરાઉ મોટરસાયકલ તથા એક નંગ મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 25,000 ના મુદ્દા માલ સાથે તેની અટકાયત કરી, ધોરણસર કાર્યવાહી કરવામાં આવી હતી.
આ સમગ્ર કાર્યવાહી પીઆઈ ડી.એમ ઝાલા, હેડ કોન્સ્ટેબલ હેમતભાઈ નંદાણીયા, ખીમાભાઈ કરમુર, દિવ્યરાજસિંહ જાડેજા, જેઠાભાઈ પરમાર, વિરેન્દ્રસિંહ નટુભા જાડેજા, યોગરાજસિંહ ઝાલા અને કાનાભાઈ લુણા દ્વારા કરવામાં આવી હતી.