લાલપુર ગામમાં દરબારશેરીમાં રહેતાં આધેડ તેમના ઘરે પાણી ભરેલી કુંડીમાં પડી જતાં ડૂબી જવાથી મોત નિપજ્યું હતું. બનાવ અંગે પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ લાલપુર ગામમાં આવેલા દરબાર શેરીમાં રહેતાં જયેન્દ્રસિંહ નારણજી જાડેજા (ઉ.વ.50) નામના આધેડ રવિવારની રાત્રિના સમયે તેના ઘરમાં આવેલી પાણીની કુંડીમાં કોઇ કારણસર પડી જતા ડૂબી જવાથી બેશુદ્ધ થઈ ગયા હતાં. બાદમાં તેમને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવતા જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના ભાઈ ઘનશ્યામસિંહ દ્વારા જાણ કરાતા હેકો એસ. કે. જાડેજા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.