કાલાવડ તાલુકાના બાલંભડી ગામના કબ્રસ્તાન જવાના માર્ગમાં ખોદકામ કરવા બાબતે મહિલાએ એક શખ્સને પૂછપરછ કરતા શખ્સે મહિલાને પતાવી દેવાની ધમકી આપી આપી લાકડી વડે માર માર્યો હતો.
આ અંગેની વિગત મુજબ, કાલાવડ તાલુકાના બાલંભડી ગામના કબ્રસ્તાન જવાના માર્ગ પરથી નજમાબેન હાસમભાઈ જુણેજા નામના મહિલા પસાર થતા હતાં તે દરમિયાન રસ્તામાં ખોદકામ કર્યુ હતું. જેથી મહિલાએ જિજ્ઞેશ મુડસિયાને પૂછપરછ કરતાં જિજ્ઞેશે ઉશ્કેરાઈને અપશબ્દો બોલી લાકડી વડે માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી. બનાવ અંગેની જાણ કરાતા હેકો જી.પી. ગોસાઈ તથા સ્ટાફે મહિલાના નિવેદનના આધારે જીજ્ઞેશ વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ માટે શોધખોળ આરંભી હતી.
કાલાવડના બાલંભડીમાં શખ્સે મહિલાને માર માર્યો
કબ્રસ્તાનના માર્ગ પર ખોદકામ મામલે ધમકી: મહિલાએ ખોદકામ અંગે પૂછપરછ કરતા લાકડી વડે માર માર્યો