Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરહાપા યાર્ડ બહાર મગફળીના વાહનોની લાંબી કતારો લાગી

હાપા યાર્ડ બહાર મગફળીના વાહનોની લાંબી કતારો લાગી

- Advertisement -

હાપા માર્કેટ યાર્ડમાં ગઇકાલ રાત્રીથી આજ સવાર સુધી મગફળીની આવક ખોલવામાં આવી હતી. જેમાં મગફળી ભરેલા કુલ 650 વાહનોમાં અંદાજે 55,000 ગુણી મગફળીની આવક નોંધાઇ હતી. હાપા માર્કેટિંગ યાર્ડમાં ગઇકાલે યોજાયેલી મગફળીની હરરાજીમાં ખેડૂતોને રાજ્યમાં સૌથી વધુ ભાવ મળતાં ખેડૂતોમાં ખુશી છવાઇ હતી. જેના પગલે ગઇકાલે રાત્રે પણ હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળી વેચાણ માટે વાહનોની લાંબી કતારો લાગી હતી.

- Advertisement -

જામનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સંચાલિત હાપા માર્કેટિંગ યાર્ડમાં ગઇકાલે હરરાજી દરમિયાન ખેડૂતોનો મગફળીનો સમગ્ર ગુજરાતમાં સૌથી ઉંચા ભાવ મળ્યા હતાં. ખેડૂતો મગફળીનો મોટાપ્રમાણમાં જથ્થો લઇ હાપા માર્કેટિંગ યાર્ડમાં આવી રહ્યાં છે. મગફળીના ઉંચા ભાવ રહેતા મગફળીના વાહનોની લાંબી કતારો હાપા માર્કેટિંગ યાર્ડ બહાર જોવા મળી હતી. તેમજ મોટા પ્રમાણમાં મગફળીનો જથ્થો યાર્ડમાં ઠલવાયો હતો. 650 વાહનોમાં આવેલ મગફળીનો જથ્થો યાર્ડમાં ઉતારી દેવામાં આવ્યો હતો. આજે પણ 9 નંબરની મગફળીની જાતમાં ખેડૂતોને એક મણના રૂા. 2050 સુધીનો ભાવ હરરાજીમાં મળ્યો હતો.

માર્કેટ યાર્ડમાં થયેલી મગફળીની જબ્બર આવકને પરિણામે નવી જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી મગફળીની આવક આજ સવારથી બંધ કરવામાં આવી હતી. આ વર્ષે મગફળીનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થયું હોય અને ખેડૂતોને ઉંચા ભાવ પણ મળી રહ્યા હોય. મોટી સંખ્યામાં ખેડૂતો યાર્ડ ખાતે ઉમટી રહ્યા છે. મગફળી લઇને આવેલા ખેડૂતોના વાહનોની લાંબી લાઇનો લાગતા યાર્ડ બહાર વાહનોના ઠપ્પા લાગ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular