જિલ્લા આરોગ્ય સોસાયટી જિલ્લા પંચાયત જામનગર અંતર્ગત આયુષ્યમાન ભારત હેઠળ મંજુર થયેલ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે કોમ્પ્યુનિટી હેલ્થ ઓફિસરની ખાલી રહેલ જગ્યાઓ માટે કરાર આધારીત ભરતી માટે આજરોજ જિલ્લા પંચાયત ખાતે ઇન્ટવ્યુનું આયોજન કરવામાં આવ્યું હતું.
કોમ્યુનિટી હેલ્થ ઓફિસરની કુલ 36 જગ્યાઓ માટે આયોજિત મોક ઇન્ટરવ્યુમાં મોટી સંખ્યામાં અરજદારો ઉમટયા હતાં. જિલ્લા પંચાયતના સભાગૃહ ખાતે 11 માસના કરાર આધારિત આ કોમ્યુનિટી હેલ્થ ઓફિસરની ભરતી માટે સવારે 8:30 થી ઇન્ટરવ્યુનો પ્રારંભ થયો હતો.