જામનગર શહેર અને જિલ્લામાં અંગ્રેજી દારૂની બેખોફ હેરાફેરી થઈ રહી છે અને જિલ્લામાંથી દારૂની બદી ડામવા પોલીસ અધિક્ષક કડક પગલાં લઇ રહ્યા છે. પરંતુ દારૂની હેરાફેરી ઓછી થવાનું નામ નથી લેતી. દરમિયાન એલસીબીના ભગીરથસિંહ સરવૈયા, શિવભદ્રસિંહ જાડેજા અને અજયસિંહ ઝાલાને મળેલી બાતમીના આધારે પીઆઈ જે.વી. ચૌધરી, પીએસઆઈ આર.એ.કરમટા, એસ.પી. ગોહિલ તથા સ્ટાફના એએસઆઈ માંડણભાઈ વસરા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ તથા પોલીસ હેકો નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડિયા, હિરેનભાઈ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઈ ધાધલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, અશોકભાઈ સોલંકી, ધર્મેન્દ્રસિંહ જાડેજા, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ઘનશ્યામભાઈ ડેરવાળિયા તથા પોકો ફીરોજભાઈ ખફી, શિવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, કિશોરભાઈ પરમાર, રાકેશભાઈ ચૌહાણ, બળવંતસિંહ પરમાર, સુરેશભાઈ માલકિયા, દયારામ ત્રિવેદી ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા ભારતીબેન ડાંગર રેઈડ દરમિયાન જામનગર તાલુકાના લાવડિયા ગામની સીમમાં દરોડો પાડયો હતો.
એલસીબીની ટીમે રેઈડ દરમિયાન સુરેશ રમણિક ગંઢા નામના શખ્સની વાડીમાંથી રૂા.9,69,300 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 2412 બોટલ મળી આવતા એલસીબીએ દારૂનો જથ્થો અને મોબાઇલ સાથે સુરેશ ગંઢા, વિપુલ ભગવાનજી ગંઢા અને મહેશ ઉર્ફે મયો જેઠાલાલ મંગે નામના ત્રણ શખ્સોની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરતા આ દારૂનો જથ્થો જામનગરના પાર્થ ઉર્ફે જાંબલી જીતેન્દ્ર કતિયાર તથા સતિષ ઉર્ફે રાધે જેઠાલાલ વેલજી મંગે અને વિમલ ઉર્ફે ડોડારો તુલસીભાઈ પમનાણી નામના ત્રણ શખ્સોએ વેંચાણ માટે મંગાવ્યો હોવાની સુરેશ આપેલી કેફીયતના આધારે એલસીબીની ટીમે છ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી ત્રણ શખ્સોની ધરપકડ માટે શોધખોળ આરંભી હતી.
બીજા દરોડાની વિગત મુજબ, જામનગરના ખોડિયાર હોલથી મામાના મંદિર તરફ જવાના રસ્તામાં બાવળની ઝાળીઓમાંથી પીએસઆઇ ડી.એસ.વાઢેર તથા સ્ટાફે 84000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 168 બોટલ સાથે મયુરસિંહ ઉર્ફે જાકુબ ભરતસિંહ જેઠવા નામના શખ્સને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.