Monday, January 13, 2025
Homeરાજ્યજામનગરભાણવડ નજીક છકડા રિક્ષામાં લઈ જવાતો દારૂનો વિશાળ જથ્થો ઝડપાયો

ભાણવડ નજીક છકડા રિક્ષામાં લઈ જવાતો દારૂનો વિશાળ જથ્થો ઝડપાયો

એલસીબીની કાર્યવાહીમાં રાણાવાવના શખ્સની અટકાયત

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફ દ્વારા ભાણવડ પંથકમાં શનિવારે એલસીબીના પી.આઈ. કે.કે. ગોહિલની સુચના મુજબ હાથ ધરવામાં આવેલી પેટ્રોલિંગ અંગેની કામગીરીમાં એએસઆઈ કેશુરભાઈ ભાટિયા તથા જીતુભાઈ હુણને મળેલી ચોક્કસ બાતમીના આધારે ભાણવડથી આશરે 9 કિલોમીટર દૂર ચાર પાટીયા પાસેથી પસાર થતા જી.જે. 10 ડબલ્યુ 3516 નંબરના છકડા રિક્ષાને પોલીસે અટકાવી, ચેકિંગ કરતા આ રીક્ષામાંથી દેશી દારૂ ભરેલા કોથળાઓ નીકળી પડ્યા હતા.

- Advertisement -

આથી પોલીસે 210 લીટર દારૂ તેમજ છકડો રીક્ષા અને મોબાઈલ ફોન વિગેરે મળી, કુલ રૂપિયા 59,200 ના મુદ્દામાલ સાથે પોલીસે પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના રહીશ એવા પુંજા રાણા કોડીયાતર નામના રબારી શખ્સની અટકાયત કરી હતી. આ પ્રકરણમાં ઉપરોક્ત છકડા રીક્ષાને મોટરસાયકલ માથે મારફતે પાયલોટિંગ કરતા ગાંગડીવારા નેસ વિસ્તારમાં રહેતા જેસા વેજા મોરી નામના શખ્સનું પણ નામ ખુલતા ભાણવડ પોલીસે પ્રોહી. એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular