Monday, January 13, 2025
Homeરાજ્યગુજરાતઓઇલ અને કેમિકલના ગોડાઉનમાં વિકરાળ આગ ફાટી નીકળી, જુઓ VIDEO

ઓઇલ અને કેમિકલના ગોડાઉનમાં વિકરાળ આગ ફાટી નીકળી, જુઓ VIDEO

- Advertisement -

વલસાડના ગુંદલાવ ચોકડી પાસે એક ઓઈલ અને કેમિકલના ગોડાઉનમાં આજે સવારના સમયે વિકરાળ આગ ફાટી નીકળી હતી. જેના પરિણામે  બાજુમાં પાર્ક કરેલા વાહનો પણ આગની ઝપેટમાં આવ્યાં હતા. વર્કશોપમાં રાખવામાં આવેલો ઓઇલ અને કેમિકલનો જથ્થો મોટા પ્રમાણમાં સંગ્રહ કર્યો હોવાથી આગ બેકાબૂ બની હતી. જેને બૂઝવવા ફાયર ફાઈટરની ટીમને પણ નાકે દમ આવી ગયો હતો. 

- Advertisement -

કેરવેલ નામના એક મોટરકારના વર્કશોપમાં વહેલી સવારે આગ લાગી હતી. ર્કશોપના પાછળના ભાગે સ્ટોર કરવામાં આવેલા જ્વલનશીલ ઓઇલ અને કેમિકલના જથ્થામાં લાગેલી આગ બેકાબુ બની હતી. જેને બુજાવવા માટે 3થી વધુ ફાયર ફાયટરોની ટીમ બોલાવવામાં આવી હતી. કલાકોની ભારે જહેમત બાદ ફાયર ફાયટરોએ આગ પર કાબુ મેળવવામાં સફળતા મેળવી હતી.

 બે મોટરકાર, એક મોટરસાયકલ અને એક ટેમ્પો સહિતના વાહનો પણ આ આગની ઝપેટમાં આવી ગયા હતા. જોકે સદનસીબે આ ઘટનામાં કોઇને ઈજા કે જાનહાનિ થઇ ન હતી. પરંતુ આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular