જામકલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે સ્ટેશન રોડ પર આવેલ પાર્થ ઇલેક્ટ્રિક નામની દુકાનમાં રાત્રીના એક વાગ્યા આસપાસ ભીષણ આગ લાગેલ હતી. આ આગની ભયાનકતાના ચિતાર દૂર સુધી દેખાય રહ્યા હતા.
આ ઘટનાની જાણ કરાતા ક્રેનઇન્ડિયા તેમજ આરએસપીએલ કંપનીના ફાયર બ્રિગેડ સાથે ફાયર ફાઈટર દોડી જઈ આગ કાબુમાં લીધી હતી પરંતુ આટલી મહેનત છતાં માલ બળીને ખાખ થઈ ગયો હતો. આગ લાગવાનું સોર્ટસર્કિટ મનાઈ રહ્યું છે. આ ઘટનાને પગલે ભાટીયા પોલીસ, તેમજ કલ્યાણપુર પોલીસ તેમજ ભાટિયા પીજીવીસીએલનો સ્થાફ હાજર હતો. ઘટના સ્થળે ભાટિયાના પીએસઆઇ વાંદા તેમજ સ્ટાફ સ્થળે કલ્યાણપુર પીએસઆઈ ગગનિયા તેમજ ભાટિયા પીએસઆઈ વાંદા પોલીસ કાફલા સાથે દોડી ગયા હતા તેમજ પરંતુ આગમાં ઇલેક્ટ્રિક માલસામાન સળગી જવાથી આશરે 8 થી 10 લાખનું નુકસાન થયેલ તેમજ ઘટના સ્થળે ભાટીયા પીજીવીસીએલ સ્ટાફ પણ દોડી આવ્યો હતો.