મનાલી ભારે હિમવર્ષા થઇ રહી છે. તે વચ્ચે ગઈકાલે કુલ્લુમાં આવેલા એક મકાનમાં વિકરાળ આગ ફાટી નીકળી હતી. હિમવર્ષા વચ્ચે પાંચ માળના મકાનમાં સીલીન્ડરમાં બ્લાસ્ટ થતા આગ ફાટી નીકળી હતી. જેના કારણે મકાન સળગી ગયું હતું. મકાનમાં રાખવામાં આવેલા સિલિન્ડરમાં વિસ્ફોટ થતા સમગ્ર વિસ્તાર ધ્રુજી ઉઠ્યો હતો. સદનસીબે કોઈ જાનહાની થઇ ન હતી. આગ લગતાની સાથે જ લોકોએ ફાયરબ્રિગેડને જાણ કરી દેતા આગ કાબુમાં આવી હતી.
#Himalaya #kullu #Snowfall #videonews #Khabargujarat
કુલ્લુમાં આવેલા મકાનમાં હિમવર્ષા વચ્ચે આગ ફાટી નીકળી
5માળના મકાનમાં સીલીન્ડરમાં બ્લાસ્ટ થતાં આગ લાગી, સદનસીબે કોઈ જાનહાની નહી pic.twitter.com/XUHK4WEG8a
— Khabar Gujarat (@khabargujarat) January 10, 2022