જામનગર જિલ્લાના ધ્રોલ ખાતે આવેલા ભૂચરમોરીની ઐતિહાસિક યુદ્ધભૂમિ પર 500 ટ્રેક્ટર દ્વારા પ્રથમ નોરતે ‘મા શક્તિ’ની વિશાળ આકૃતિ બનાવાઇ હતી. મહિન્દ્રા કંપની દ્વારા યોજાયેલા આ કાર્યક્રમે એશિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે.
સંચાલન જામનગરના મુરલીધર ટ્રેક્ટરના રમેશભાઈ રાણીપરા દ્વારા કરાયું હતું. હેલિકોપ્ટર અને ડ્રોન કેમેરા દ્વારા તેનું શૂટિંગ થયું હતું. એશિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના અધિકારીઓએ કાર્યક્રમનું નિરીક્ષણ કર્યું હતું. અને એવોર્ડ એનાયત કર્યો હતો.