Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરજામનગરની બંને વિધાનસભા ઉમેદવારોને આર્શિવચનો સાથે ભાજપ બ્રહ્મપરિવારનું વિશાળ સંમેલન યોજાયું

જામનગરની બંને વિધાનસભા ઉમેદવારોને આર્શિવચનો સાથે ભાજપ બ્રહ્મપરિવારનું વિશાળ સંમેલન યોજાયું

રાજ્યસભાના સાંસદ અને બ્રહ્મસમાજના ભામાશા રામભાઇ મોકરીયાની અધ્યક્ષતામાં શાસ્ત્રોક્તવિધિથી વિજય તિલક

- Advertisement -

જામનગર વિધાનસભાની ચૂંટણી સંદર્ભે દુ:ખભંજન મહાદેવના સાંનિધ્યમાં તા. 26.11.2022નાં રોજ સાંજે 7 કલાકે ભાજપના 78ના ઉમેદવાર રિવાબા જાડેજા તથા 79ના ઉમેદવાર દિવ્યેશ અકબરીને જંગી બહુમતીથી વિજયી બનાવી વિધાનસભામાં મોકલવાની નેમ બંને ઉમેદવારોનું જીત મેળવવાના આશીર્વાદ સાથે શાસ્ત્રોક્ત વિધિથી વિજય તિલક સાથે ભાજપ બ્રહ્મપરિવારનું વિશાળ સંમેલન યોજવામાં આવ્યું હતું.

- Advertisement -

મુખ્ય અતિથિ વિશેષ તરીકે રાજ્યસભાના સાંસદ અને બ્રહ્મસમાજના ભામાશા રામભાઇ મોકરીયાની અધ્યક્ષતામાં ભાજપ બ્રહ્મપરિવાર સૌરાષ્ટ્ર સમિતિનાં ઇન્ચાર્જ તેજાબી વક્તા જીતુભાઈ મહેતા, પૂર્વ ડીવાયએસપી બકુલભાઈ જાની, બ્રહ્મઅગ્રણી ભરતભાઈ ઓઝા, પી સી વ્યાસ સહિતનાં સર્વ બ્રહ્મ અગ્રણીઓની હાજરીમાં રાજ્યસભાના સાંસદ અને બ્રહ્મ સમાજના ભામાશા રામભાઇ મોકરિયાએ તેની વાત રજૂ કરતાં જણાવ્યું હતું કે આ ભાજપ તો બ્રાહ્મણોની પાર્ટી છે અને આ વખતે બ્રાહ્મણોને ભાજપ દ્વારા વગર માગ્યે ધારાસભાના ઉમેદવારો માટે 14 ટિકિટો આપવામાં આવી છે. ભાજપની સ્થાપના પણ બ્રાહ્મણો દ્વારા જ કરવામાં આવી હતી વધુમાં તેમણે ભાજપની જનસંઘ થી અત્યાર સુધીની સફરમાં બ્રાહ્મણ નેતાઓનું યોગદાન કેવું રહ્યું તે વિશે પણ જણાવ્યું હતું.

તેજાબી વક્તા જીતુભાઈ મહેતાએ ભૂદેવોનો મત ભાજપને જ ના સૂત્ર સાથે જણાવ્યું કે, ભાજપે જામનગરને સરલાબેન ત્રિવેદી, અવિનાશભાઈ ભટ્ટ, પ્રદીપ ઠાકર, હિરેનભાઈ ભટ્ટ, જયશ્રીબેન જાની તેમજ વસુબેન ત્રિવેદી ને ત્રણ વખત ધારાસભ્ય તેમજ ગુજરાત રાજ્યમંત્રી બનાવી સમગ્ર રાજ્યનું પ્રતિનિધિત્વ કરવાનો મોકો પણ આપ્યો છે.
કાર્યક્રમનું સંપૂર્ણ આયોજન ભાજપ બ્રહ્મ પરિવાર-જામનગર જિલ્લા સંકલન સમિતિનાં ઇન્ચાર્જ જયેશભાઇ પંડ્યા, નિખિલભાઈ ભટ્ટ અને સહસંકલન કેતન ભટ્ટ તેમજ ભાજપ શહેર સંગઠનના મહામંત્રી પ્રકાશભાઈ બાંભણિયા અને ભાજપ મીડિયા કન્વીનર ભાર્ગવભાઈ ઠાકર દ્વારા જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો.

- Advertisement -

ભાજપ બ્રહ્મપરિવાર પ્રત્યે બ્રહ્મસમાજનો ઉત્સાહ અને પ્રેમ જોઈ આ સમ્મેલનમાં ભાજપ બ્રહ્મઅગ્રણી ભાજપ પૂર્વ પ્રમુખ હિતેનભાઈ ભટ્ટ, પૂર્વ મહામંત્રી સુરેન્દ્રભાઈ વ્યાસ, કાર્યાલય મંત્રી મનહરભાઈ ત્રિવેદી, એડ્વોકેટ અશોકભાઈ જોશી, નિલેષ આચાર્ય, પરેશ જાની, શશિભાઈ પુંજાણી, દેવેન જોશી, પિન્ટુ પંડ્યા, મહાદેવ ક્લાસીસના મિતેશ મહેતા, મિલન પંડ્યા, સુનિલભાઈ જોશી, નયનાબેન ત્રિવેદી, બ્રાહ્મણ કોર્પોરેટર હેમાંગભાઈ ત્રિવેદી,હર્ષિદાબેન પંડ્યા, ડિમ્પલબેન રાવલ, કુસુમબેન પંડ્યા, શિક્ષણ સમિતિના યાત્રીબેન ત્રિવેદી, મોનિકાબેન વ્યાસ, અવનિબેન ત્રિવેદી, નિશાબેન અસવાર તેમજ પત્રકારોની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે બરડાઇ બ્રહ્મ સમાજ, દયાશંકર બ્રહ્મપુરી, રાજ્ય પુરોહિત જ્ઞાતિ, ગોળ મેતવાડ, રાષ્ટ્રીય પરશુરામ સેના, બ્રહ્મ ઉત્સવ સમિતિ, બ્રહ્મ એકતા ફાઉન્ડેશન, બ્રહ્મ અભ્યુદય ટ્રસ્ટ , હિન્દુસેના, ૐ કાલેશ્વર મિત્ર મંડળ, સમસ્ત બ્રહ્મસમાજ સેવા ગ્રૂપ જામનગર તેમજ જ્ઞાતિનાં અલગ અલગ ઘટકો અને વિવિધ સંગઠનો સહપરિવાર તેમજ પત્રકારોની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે કાર્યક્રમને બ્રહ્મ આગેવાનોએ બિરદાવ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular