જામનગરની વિશ્વવિખ્યાત આયુર્વેદ સંસ્થા ITRA ના સહયોગથી જામનગરના હોમગાર્ડઝ જવાનો અને અધિકારીઓ માટે સ્વાસ્થ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
શિબિરમાં હોમગાર્ડઝ જવાનોને ઉત્તમ માનસિક સ્વાસ્થ્યની જાળવણી, તણાવ મુકત જીવન જીવવું અને શીતળ મનથી સેવા- ફરજ બજાવવા અંગેનું માગેદશેન આપવામાં આવ્યું હતું.
શિબિરમાં ડો. નેહા ટાંક દ્વારા પ્રાસંગિક ઉદ્દબોધન અને યોગા વિષે જાણકારી આપવામાં આવી હતી. શિબિર સત્રમાં સંસ્થાના ડાયરેક્ટર અનુપ ઠાકર, ડેપ્યુટી ડાયરેક્ટર મોઢા, નોડલ ઓફિસર નિલેષ ભટ્ટ, જિલ્લા હોમગાડેઝ કમાન્ડન્ટ સુરેશ ભીડી, કમાન્ડીંગ ઓફીસર નરેન્દ્રસિંહ જાડેજા, હરૂભા જાડેજા, જયેશ રાણા, અન્ય અધિકારીગણ તેમજ બહોળી સંખ્યામાં હોમગાડેઝ જવાનો હાજર રહયા હતા.