જામનગર શહેરના ધરારનગર-1 પાસે આવેલી ફોરેસ્ટ કોલોની પાછળના વાડી વિસ્તારના કૂવામાં મૃતદેહ હોવાની જાણના આધારે પોલીસ અને ફાયર સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. બનાવ સ્થળેથી પોલીસને અર્ધ બળેલ મૃતદેહ મળી આવતા હત્યાની આશંકાએ મૃતકની ઓળખ મેળવવા સહિતની તપાસ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના ધરારનગર-1 પાસે આવેલી ફોરેસ્ટ કોલોની પાછળના વાડી વિસ્તારમાં આવેલા એક કૂવામાં કોઇ મૃતદેહ હોવાની ઈરફાન હાજી વાઢા નામના યુવાન દ્વારા જાણ કરાતા પીએસઆઈ એસ.એમ. રાદડિયા તથા સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને આ અંગેની જાણના આધારે ફાયર ટીમ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ત્યારબાદ પોલીસે ઘટનાસ્થળે કૂવામાંથી અર્ધ બળેલ મૃતદેહ મળી આવતા કબ્જો સંભાળી પીએમ માટે મોકલવા કાર્યવાહી હાથ ધરી હતી અને આ મૃતદેહની ઓળખ મેળવવા તેમજ મૃતકની વ્યકિતની હત્યા કરવામાં આવી છે કે કેમ ? તે અંગેની જીણવટભરી તપાસ માટે આજુબાજુના વિસ્તારમાંથી કોઇ વ્યકિત ગુમ થઈ છે કે કેમ ? તે અંગે વિગતો મેળવવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતાં.
જામનગરમાં કૂવામાંથી અર્ધ બળેલી હાલતમાં મૃતદેહ સાંપડયો
બે સપ્તાહ પૂર્વેનો હોવાનું પ્રાથમિક તારણ : પોલીસ તથા ફાયર સ્ટાફ સ્થળ પર દોડી ગયા : પુરૂષ કે મહિલાનો મૃતદેહ ? : પીએમ માટે મોકલી હત્યા કે આત્મહત્યા અંગે તપાસ