Friday, December 5, 2025
Homeરાજ્યહાલારદ્વારકામાં રીઢો ગુનેગાર પાસા તળે જેલહવાલે

દ્વારકામાં રીઢો ગુનેગાર પાસા તળે જેલહવાલે

દ્વારકામાં એક શખ્સ વિરૂઘ્ધ વિવિધ ગુનાઓ નોંધાયેલા હોય તેની સામે પાસાની દરખાસ્ત તૈયાર કરી કલેક્ટર સમક્ષ રજુ કરતાં કલેક્ટરએ દરખાસ્ત મંજૂર કરતા આરોપીની અટકાયત કરી પાસા તળે જેલહવાલે કરાયો હતો.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ દ્વારકાના ટીવી સ્ટેશન વિસ્તારમાં રહેતા રાણાભા ભીખાભા માણેક નામના 25 વર્ષના શખ્સ સામે સ્થાનિક પોલીસ મથકમાં વિવિધ પ્રકારના ગુનાઓ નોંધાયા હતા. જેને અનુલક્ષીને દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેયની સૂચના મુજબ એલ.સી.બી.ના પી.આઈ. કે. કે. ગોહિલ તેમજ તેમની ટીમ દ્વારા ઉપરોક્ત શખ્સના ગુનાહિત ઇતિહાસ અંગેની સંપૂર્ણ માહિતી એકત્ર કરી અને તેની સામે પાસા દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. જે જિલ્લા કલેક્ટર આર. એમ. તન્ના સમક્ષ રજૂ કરવામાં આવતા પાસાની આ દરખાસ્ત મંજૂર કરી, આરોપી રાણાભા ભીખાભાઈ સામે અટકાયતી વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું.

જેને અનુલક્ષીને એલ.સી.બી. પી.આઈ. આકાશ બારસીયા તેમજ તેમની ટીમ દ્વારા શખ્સને રાઉન્ડ અપ કરી અને તેને ભુજ-કચ્છની પાલારા ખાસ જેલ ખાતે મોકલી આપવા માટેની તજવીજ કરવામાં આવી હતી.

- Advertisement -

આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી.ના પી.આઈ. કે. કે. ગોહિલ, પી.આઈ. એ.એલ. બારસીયા, બી.એમ. દેવમુરારી, એસ.વી. કાંબલીયા, વિપુલભાઈ ડાંગર, બલભદ્રસિંહ ગોહિલ, હરપાલસિંહ, ગોવિંદભાઈ વિગેરે દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular