ગુજરાત સરકાર દ્વારા પ્રજાને વાહન તેમજ મોબાઇ ચોરીના કિસ્સામાં પોલીસ સ્ટેશન જવુ ન પડે તે માટે ઇ-એફઆઇઆરની સુવિધા શરૂ કરી છે.
આ અંગે સરકારી પોલીટેકનીક કોલેજ જામનગર અને બેડી મરીન પોલીસ સ્ટેશનના સહયોગથી પોલીટેકનીક કોલેજ ખાતે માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા ડીવાયએસપી ઝાલા સહિતના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને આ ઇ-એફઆઇઆર અંગે માર્ગદર્શન આપ્યું હતું.