જામનગર શહેરમાં ગઇકાલે શ્રી રામચંદ્રજી પ્રાગટય મહોત્સવ સમિતિ દ્વારા શરદકુમાર કલ્યાણજીભાઇ વસંત, જયશ્રીબેન શરદકુમાર વસંત તથા કિંજન શરદકુમાર વસંતના સહયોગથી એમ.પી. શાહ કોમર્સ કોલેજ ગ્રાઉન્ડ ખાતે લોહાણા સમાજ સમૂહ જ્ઞાતિ ભોજન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રઘુવંશી પરિવારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા. તેમજ આ તકે રકતદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પણ ભાઇઓ તથા બહેનો મોટી સંખ્યામાં રકતદાન કરી સેવાકાર્યોમાં સહભાગી થયા હતા.
શ્રીરામચંદ્રજી પ્રાગટય મહોત્સવ સમિતિ દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીનો પ્રાગટય મહોત્સવ (રામનવમી) ધામધૂમથી ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેના ભાગરૂપે શ્રીરામચંદ્રજી પ્રાગટય મહોત્સવ સમિતિ દ્વારા શરદકુમાર કલ્યાણજી વસંત તથા જયશ્રીબેન શરદકુમાર વસંત અને કિંજન શરદકુમાર વસંત ના સહયોગથી રામનવમીના પારણા અંતર્ગત ગઇકાલે લોહાણા જ્ઞાતિ સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાંજે 6 થી 7 દરમિયાન સારશ્ર્વત બ્રાહ્મણ જ્ઞાતિ સમૂહભોજન (નાત), સાંજે 07 વાગ્યે લોહાણા જ્ઞાતિ સમૂહ ભોજન તથા સાંજે 4 થી રાત્રિના 9 વાગ્યા સુધી રકતદાન કેમ્પનું અયોધ્યાનગરી એમ.પી. શાહ કોમર્સ કોલેજ ગ્રાઉન્ડ, સાત રસ્તા પાસે, જામનગર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમોમાં લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઇ લાલ, રિલાયન્સના ગુ્રપ પ્રેસિડેન્ટ ધનરાજભાઇ નથવાણી, નોબતનાતનભાઇ માધવાણી, લોહાણા સમાજના અગ્રણી અશોકભાઇ લાલ, વિપુલભાઇ કોટક, નિરજભાઇ દત્તાણી, દિનેશભાઇ મારફતિયા, જયેશભાઇ મારફતિયા સહિતના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા. આ સમગ્ર કાર્યક્રમોના આયોજનને સફળ બનાવવા શ્રીરામચંદ્રજી પ્રાગટય મહોત્સવ સમિતિ જામનગરના જીતુભાઈ લાલ, રમેશભાઈ દત્તાણી, ભરતભાઈ મોદી (સાબુવાળા), મનોજભાઈ અમલાણી, રાજુભાઈ કોટેચા, અનિલભાઈ ગોકાણી, ભરતભાઈ કાનાબાર, નિલેશભાઈ ઠકરાર, રાજુભાઈ મારફતિયા, અતુલભાઈ પોપટ, મધુભાઈ પાબારી, રાજુભાઈ હિંડોચા, મનિષભાઈ તન્ના સહિતના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.