રીલાયન્સ ટાઉનશીપમાં નવા વર્ષ 2026ના આગમનને ભવ્ય અને યાદગાર રીતે ઉજવવામાં આવ્યું. મધરાત્રીના ઘડિયાળે જેમ જ નવા વર્ષનું આગમન થયું તેમ આકાશમાં ભવ્ય આતિશબાજી સાથે રોશનીનો શણગાર ઝળહળી ઉઠ્યો. રંગબેરંગી લાઈટિંગથી આખી ટાઉનશીપ ઝગમગી ઉઠી અને આકાશમાં લાઈટિંગની મનમોહક રંગોળી સર્જાઈ.
ભવ્ય ફાયરવર્ક્સ, ઝળહળતી લાઈટ્સ અને ઉત્સાહભર્યા માહોલ વચ્ચે રહેવાસીઓએ એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી. સંગીત, ખુશી અને ઉત્સવના માહોલે સૌને આનંદમાં તરબોળ કરી દીધા. રીલાયન્સ ટાઉનશીપમાં 2026નું આ સ્વાગત સૌ માટે યાદગાર પળ બની રહ્યું.
View this post on Instagram


