Thursday, December 12, 2024
Homeરાજ્યહાલારધ્રોલના ભૂચરમોરી મેદાનમાં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી

ધ્રોલના ભૂચરમોરી મેદાનમાં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી

ધ્રોલ ભુચરમોરી ખાતે જિલ્લા કક્ષાના 74માં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી કરાઇ : કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ કૃતિઓ રજૂ કરાઇ તેમજ વિવિધ વિભાગના 13 ટેબ્લો પ્રદર્શિત કરાયા : વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ સિદ્ધિ મેળવેલ જામનગર જિલ્લાના વ્યક્તિઓ/સંસ્થાઓનું સન્માન કરાયું

- Advertisement -

રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, વન પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ વિભાગના મંત્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષ સ્થાને જામનગર જિલ્લા કક્ષાના 74માં પ્રજાસતાક પર્વની ઉજવણી ધ્રોલ ભુચરમોરી ખાતે કરવામાં આવી હતી. મંત્રીના હસ્તે દવજવંદન કરવામાં આવ્યું હતું. દવજને સલામી આપી રાષ્ટ્રગાન બાદ મંત્રીશ્રીએ જિલ્લા કલેકટર ડો. સૌરભ પારઘી અને જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ સાથે પરેડનું નિરીક્ષણ કર્યું હતું.

- Advertisement -

પ્રજાસતાક પર્વની શુભેચ્છાઓ પાઠવતા મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, આઝાદીની લડતમાં મહામૂલું પ્રદાન કરનારા સન્માનનીય સ્વાતંત્ર્ય સેનાનીઓ, પૂજ્ય મહાત્મા ગાંધી અને સરદાર પટેલ જેવા નેતાઓ અને અનેક લોકોના બલિદાનો પછી આપણને આઝાદી પ્રાપ્ત થઈ છે. ડો. બાબાસાહેબ આંબેડકર જેવા સંવિધાન નિષ્ણાંત અને વિદ્વાનો દ્વારા આજથી 73 વર્ષ પહેલા પ્રજાસત્તાક ભારત દેશનું બંધારણ ઘડવામાં આવ્યું હતું. આજે ભારતના બંધારણની 74મી જયંતિ છે.

મંત્રીએ જણાવ્યું હતું કે આ વર્ષે ગુજરાતમાં જી-20 સમિટ યોજાવાથી ગુજરાતનાં ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે. જામનગર જિલ્લામાં પણ મોટા પ્રમાણમાં ઉદ્યોગો આવેલા છે અને ઉદ્યોગોના વધુ વિકાસ થકી જિલ્લામાં પણ રોજગારીની વધુ તકો સર્જાશે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની આગેવાની હેઠળ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી જામનગર જિલ્લાનો અવિરત વિકાસ થઈ રહ્યો છે. તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ જામનગરની મુલાકાત લઈ જિલ્લાને રૂ.1448 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી છે. રૂ.39.24 કરોડના ખર્ચે કાલાવડ જૂથ સુધારણા પાણી પુરવઠા યોજના, રૂ.24.74 કરોડના ખર્ચે મોરબી-માળીયા-જોડિયા જૂથ સુધારણા પાણી પુરવઠા યોજના, રૂ.107 કરોડના ખર્ચે તૈયાર થનારા લાલપુર બાયપાસ ઓવરબ્રિજ તથા હાપા માર્કેટિંગ યાર્ડ રેલવે ઓવરબ્રિજ, રૂ. 56 કરોડના ખર્ચે અન્ડરગ્રાઉન્ડ ડ્રેનેજ નેટવર્ક તથા પમ્પીંગ મશીનરી રીફરબીશ વર્ક સહિતના વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કર્યું હતું.

- Advertisement -

જામનગર જિલ્લામાં કૃષિ સહાય પેકેજ અંતર્ગત 1983 અરજીઓ આવેલ છે. જે પૈકી 1978 વેરીફિકેશન થયેલ જે પૈકી ખેડૂતોને કુલ 2,13,93,861 રૂ. ની સહાય આપવામાં આવી અને હજુ પણ સહાય ચુકવવાની કામગીરી હાલમાં ચાલુ છે.

તાજેતરમાં માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્રારા સૌની યોજના લીંક-1 પેકેજ-5 તથા લીંક-2 પેકેજ-7 નું લોકાર્પણ કરવામાં આવેલ જેના થકી જામનગર જિલ્લાના 11 જળાશયોને નર્મદાના પાણીથી ભરી શકાશે તથા 36 હજારથી વધુ એકર જમીનને સિંચાઈ તેમજ પીવાના પાણીનો લાભ થશે.

- Advertisement -

પીજીવીસીએલ દ્વારા વર્ષ 2022-23માં આંતરમાળખાકીય સુવિધાઓ પૂરતી મળી રહે તે માટે, ખેતીવાડી વિજળીકરણ યોજના અંતર્ગત 3046 નવા ખેતીવાડી વિજજોડાણો અંદાજીત રૂ. 4607.21 લાખના ખર્ચે હાલ સુધીમાં આપવામાં આવેલ છે.

જામનગર જીલ્લાના 100% રેવન્યુ ગામો ડામર રસ્તાઓથી જોડાયેલ છે. પંચાયત માર્ગ અને મકાન, વિભાગ જામનગર હેઠળ મુખ્ય જિલ્લા માર્ગ, અન્ય જિલ્લા માર્ગ, ગ્રામ્ય માર્ગ તથા નોન પ્લાન કક્ષાના કુલ 1662.25 કિ.મી ડામર રસ્તાઓ છે. વર્ષ 2022 માં જિલ્લાના 261 કિ.મી. રસ્તા ઉપર રીકાર્પેટીંગની કામગીરી કરેલ છે.

કોરોનાના કારણે જ્યારે લોકો બેરોજગાર બન્યા ત્યારે મનરેગા યોજના લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થઇ. આ યોજના થકી લોકોને પોતાના ગામમાં જ રોજગારી મળી જેના કારણે લોકોને આવા કપરા સમયમાં આ યોજના થકી ખૂબ સધિયારો મળ્યો.આ યોજના હેઠળ જામનગર જિલ્લામાં કુલ 49,597 કુટુંબોને જોબકાર્ડ ઈસ્યુ કરી 18,758 શ્રમિકોને રોજગારી આપવામાં આવી. જિલ્લામાં ગત વર્ષે 1976 કામો હાથ ધરી 5.28 લાખ માનવદિનની રોજગારી આપવામાં આવી. મનરેગા અંતર્ગત 44,049 શ્રમિકોનું આધાર સિડિંગ કરી 100% સિદ્ધિ હાંસલ કરેલ છે.

જામનગર ખાતે જિલ્લાકક્ષાએ રોજગાર એપ્રેન્ટિસ પત્રો તેમજ ઈ-શ્રમ કાર્ડના વિતરણ કરાયા હતા. જેમાં રાજ્ય સરકાર દ્વારા 1226 યુવાનોને ખાનગીક્ષેત્રે પ્લેસમેન્ટ આપવામાં આવેલ છે. યુવાનોને રોજગારી આપવા માટે ઓનલાઈન તથા ઓફલાઈન કુલ 54 ભરતીમેળાઓ કરીને શહેરી વિસ્તારના અને ગ્રામ્ય વિસ્તારના ઉમેદવારોએ ખાનગી તેમજ સરકારી ક્ષેત્ર મળી કુલ 7000 યુવાઓને રોજગારી આપીને 100% સિદ્ધિ મેળવેલ છે. સરકારના સતત પ્રયાસોથી જામનગર જિલ્લો વિકાસની દિશામાં સતત આગળ વધી રહ્યો છે.

રાષ્ટ્રીય પર્વની આ ઉજવણીમાં ધ્રોલ તાલુકાની વિવિધ શાળાઓના વિધ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક તેમજ દેશભક્તિની કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. સરકારના વિવિધ વિભાગના 13 ટેબ્લો જેમાં ગૃહવિભાગ, 181 મહિલા હેલ્પલાઈન, આરટીઓ, વન વિભાગ, પીજીવીસીએલ, આરોગ્ય વિભાગ, કૃષિ, ખેડૂત અને કલ્યાણ વિભાગ,આઇસીડીએસ સેલ,જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, 108 ઇમરજન્સી સેવા, અભયમ, ખીલ ખિલાટ, ગ્રામ આરોગ્ય, કરુણા અભિયાનની કામગીરી અંગેના ટેબ્લો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.

જામનગર જિલ્લાના વિકાસ માટે મંત્રીના હસ્તે રૂ.25 લાખનો ચેક કલેકટરને અર્પણ કરવામાં આવ્યો હતો અને વોટર શેડ થકી વિકાસ બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું. પરેડમાં શામેલ વિજેતા થયેલ પ્રથમ ક્રમે મહિલા પ્લાટૂન, દ્વિતીય ક્રમે એનસીસી મહિલા પ્લાટુન, તૃતીય ક્રમે બિનહથિયારધારી પ્લાટુનના કમાન્ડોનું સન્માન કરવાના આવ્યું હતું. બાદમાં મંત્રીના હસ્તે જામનગર જિલ્લાના વિશિષ્ટ સિદ્ધિ મેળવેલ વ્યક્તિઓ/સંસ્થાઓનું તેમજ જિલ્લાના 6 પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમના અંતે મંત્રી તેમજ મહાનુભાવોના હસ્તે ભુચર મોરી મેદાનમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

પ્રજાસત્તાક પર્વની આ ઉજવણીમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઈ ચનીયારા, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, પ્રોબેશનલ આઇએએસ પ્રણવ વિજય વરગિયા, જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ, નિવાસી અધિક કલેકટર બી.એન. ખેર, જામનગર જિલ્લાના વિવિધ આગેવાનો, વિવિધ વિભાગના અધિકારીઓ, શાળાના વિધ્યાર્થીઓ, શિક્ષકો તેમજ મહેમાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular