Sunday, December 22, 2024
Homeરાજ્યતલાટી-કમ-મંત્રીની નિમણૂંકમાં થયેલ અન્યાય સામે ધારાસભ્ય હેમત ખવા દ્વારા આંદોલનની ચિમકી

તલાટી-કમ-મંત્રીની નિમણૂંકમાં થયેલ અન્યાય સામે ધારાસભ્ય હેમત ખવા દ્વારા આંદોલનની ચિમકી

- Advertisement -

જામજોધપુર અને લાલપુર તાલુકાના તલાટી-કમ-મંત્રીઓની નિમણૂંકમાં થયેલ અન્યાય સામે જામજોધપુરના ધારાસભ્ય હેમત ખવા દ્વારા આંદોલનની ચિમકી આપવામાં આવી છે. આગામી 10 દિવસોમાં તલાટી મંત્રીઓની ફાળવણી કરવા માગણી કરાઇ છે.

- Advertisement -

ગત તા. 6 નવેમ્બરના રોજ જામનગર જિલ્લાના વિવિધ તાલુકાઓમાં નવનિયુક્ત તલાટી-કમ-મંત્રીઓની નિયુક્તિના ઓર્ડર કરવામાં આવ્યા છે. જેમાં જામનગર જિલ્લામાં કુલ 136 નવા તલાટીઓની નિમણૂંક કરવામાં આવી છે. જેમાં અન્ય તાલુકાઓની સરખામણીએ જામજોધપુર તાલુકાને 74 ગામડાંઓમાં સૌથી ઓછા માત્ર 11 જ નવા તલાટીઓની નિયુક્તિ આપવામાં આવી છે. તેમજ લાલપુર તાલુકામાં 77 ગામડાંઓમાં માત્ર 19 જ નવા તલાટીઓની નિયુક્તિ અપાઇ છે. જે જામજોધપુર અને લાલપુર તાલુકાના લોકો સાથે અન્યાય થયો હોવાનું ધારાસભ્ય દ્વારા જણાવાયું છે.

નવી નિમણૂંક પહેલા જામજોધપુરમાં 21 અને લાલપુરમાં 20 તલાટીઓની સંખ્યા હતી. હાલ ગ્રામ પંચાયતોની ચૂંટણી મોડી થવાના કારણે જામજોધપુરમાં 34 અને લાલપુરમાં 47 ગામોમાં પંચાયતોની મુદ્ત પૂર્ણ થઇ ગઇ હોવાને લીધે છેલ્લા છ-સાત મહિનાઓથી વહીવટદારો દ્વારા વહીવટ ચલાવવામાં આવે છે. તેમાં પણ તલાટીઓને વહીવટદાર તરીકેનું વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. આથી જામનગર જિલ્લાના અન્ય તાલુકાઓની સરખામણીએ જામજોધપુર અને લાલપુર તાલુકાને આવનારા દસ દિવસોમાં પુરતા તલાટી-મંત્રીઓ ફાળવવામાં નહીં આવે તો ગ્રામ પંચાયતોના સરપંચોને સાથે રાખી ધારાસભ્ય દ્વારા જિલ્લા પંચાયત કચેરી ખાતે આંદોલનની ચિમકી ઉચ્ચારાઇ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular