જામનગર શહેરના 49 દિગ્વીજય પ્લોટમાં રહેતી યુવતી શુક્રવારે સવારના સમયે પ્રદર્શન મેદાન ખાતે ગઇ હતી ત્યારે એક કલાકના સમય દરમિયાન પર્સમાં રાખેલી 38 હજારનો સોનાનો ચેઈન અને રોકડ રકમ સહિત 40 હજારની માલમતા અજાણ્યો તસ્કર ચોરી કરી ગયાની ફરિયાદના આધારે પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરના 49 દિ.પ્લોટમાં આવેલા ઓધવરામનગરમાં રહેતી અંજલી શાંતિલાલ ગજરા નામની યુવતી ગત શુક્રવારે સવારે સાત રસ્તા પાસેના પ્રદર્શન મેદાન ખાતે ગઇ હતી તે દરમિયાન સવારે 11 થી 12 સુધીના એક કલાકના સમય દરમિયાન ભીડમાં કાળા કલરના ખુલ્લા પર્સમાં રાખેલા પીંક કલરનું રૂા.38,000 ની કિંમતનો દોઢ તોલાનો સોનાનો ચેઈન અને રૂા. બે હજારની રોકડ રકમ સહિત રૂા. 40,000 ની કિંમતના સામાન સાથે અજાણ્યો તસ્કર ચોરી કરી ગયો હતો. આ અંગેની જાણ કરતા પીએસઆઈ કે.વી. ઝાલા તથા સ્ટાફે ગુનો નોંધી તપાસ આરંભી હતી.