Friday, September 20, 2024
Homeરાજ્યજામનગરસપડામાં ચુલા ઉપર શાક બનાવવા જતાં સમયે ભડકો થવાથી દાઝી જતાં યુવતીનું...

સપડામાં ચુલા ઉપર શાક બનાવવા જતાં સમયે ભડકો થવાથી દાઝી જતાં યુવતીનું મોત

સપ્તાહ પુર્વે સવારના સમયે રસોઇ બનાવતા સમયે બનાવ : જી. જી. હોસ્પિટલમાં તબિયત લથડતા અમદાવાદની હોસ્પિટલમાં ખસેડાઈ : પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી તપાસ આરંભી

- Advertisement -

જામનગર તાલુકાના સપડા ગામમાં રહેતી યુવતી તેણીના ઘરે ચુલા પર શાક બનાવતી હતી ત્યારે બળતણ પર કેરોસીન નાખી દિવાસળી ચાંપતા એકાએક આગ લાગતા શરીરે ગંભીર રીતે દાઝી જતાં અમદાવાદની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના સપડા ગામમાં રહેતી પુનીબેન સોમશીભાઈ વિજાણી (ઉ.વ.20) નામની યુવતી ગત તા.24 ના રોજ સવારના સમયે તેના ઝુપડામાં ચુલા પર રોટલા બનાવ્યા હતાં અને ત્યારબાદ શાક બનાવવા માટે તેમનો વઘાર મુકી બહાર ગઇ હતી અને થોડીવારમાં પરત આવ્યા બાદ વરસાદના ઠારને કારણે બળતણ ઠરી જતા તેના પર કેરોસીન નાખી દિવાસળી ચાંપી હતી જેના કારણે ચુલામાં એકાએક આગ લાગી હોવાથી તેલના વઘારમાં પણ આગ લાગતા ભડકા થવાથી મોઢાના તથા ગળાના ભાગે તથા બંને હાથમાં કોણી સુધી ગંભીર રીતે દાઝી ગઈ હતી. દાઝી ગયેલી યુવતીને સારવાર માટે પ્રથમ જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ત્યારબાદ તેણીની હાલત વધુ ગંભીર જણાતા અમદાવાદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીની તબિયત લથડતા સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. બનાવ અંગેની મૃતકના પતિ સોમશીભાઈ વિજાણી દ્વારા જાણ કરાતા પીએસઆઈ એ.કે. પટેેલ તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular