Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરલાલપુર તાલુકાના ધરમપુરમાં ખેતમજૂર પરિવારની બાળકીનું મોત

લાલપુર તાલુકાના ધરમપુરમાં ખેતમજૂર પરિવારની બાળકીનું મોત

શુક્રવારે સવારે બોલવામાં અને શ્વાસ લેવામાં તકલીફ: સારવાર કારગત ન નિવડી

- Advertisement -

લાલપુર તાલુકાના ધરમપુર ગામના વાડી વિસ્તારમાં ખેતમજૂરી કરતા પરિવારની તેર વર્ષની દિકરી નિંદ્રાધિન હાલતમાં બેશુદ્ધ થઈ જતાં હોસ્પિટલે ખસેડવામાં આવતાં જ્યાં તેણીનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.

- Advertisement -

દેશભરમાં કોરોનાકાળ પછી હૃદયરોગના ઘાતક હુમલાના કારણે મોત નિપજવાની ઘટનાઓ ચિંતાજનક રીતે વધતી જાય છે અને આવી ઘટનાઓમાં હવે તો નાના બાળકોથી લઇને યુવાનો સુધીના વ્યક્તિઓ ભોગ બની રહ્યા છે. દેશભરમાં વધી રહેલા હૃદયરોગના હુમલા ઉપર ડબલ્યુએચઓ પણ ચિંતા દર્શાવી હતી. આ હૃદયરોગના હુમલાની ઘટનાઓમાં જામનગર અને ગુજરાતમાં પણ અનેકગણી વધી ગઇ છે. જેમાં 10-12 વર્ષના બાળકો પણ ભોગ બની રહ્યા છે. ત્યારે વધુ એક આવી જ ઘટનાની વિગત મુજબ રાજસ્થાનના પાલી જિલ્લાના મારવાડ તાલુકાના જોજાવર ગામના વતની અને હાલ લાલપુર તાલુકાના ધરમપુર ગામના વાડી વિસ્તારમાં આવેલી ડો. રવિ વાચ્છાણીના ખેતરમાં મજુરી કામ કરતાં ગોકુલસિંહ રાવત નામના યુવાનની દિકરી સરીતાબેન ગોકુલસિંહ રાવત (ઉ.વ.13) નામની બાળકી ગુરૂવારે રાત્રિના સમયે નિંદ્રાધિન થયા બાદ શુક્રવારે સવારના સમયે તેની માતા દ્વારા બાળકીને ઉઠાડતા બાળકી કઇ બોલી શકતી ન હતી અને શ્ર્વાસ લેવામાં તકલીફ પડતી હતી. જેથી બાળકીને તાત્કાલિક લાલપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં ફરજ પરના તબીબોએ મોત નિપજ્યાનું જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પિતા દ્વારા જાણ કરાતા હેકો એ.એમ. જાડેજા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી તપાસ હાથ ધરી હતી.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular