Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

જામનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

15માં નાણાં પંચ અંતર્ગત 6.62 કરોડના કામોને મંજૂરી

- Advertisement -

જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઇ ચનિયારાના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયતની વર્ષ 2022-23ની પ્રથમ સામાન્ય સભા પંચાયતના સભાખંડમાં યોજાઇ હતી. આ સભામાં સરકારની જુદી-જુદી ગ્રાન્ટ અંતર્ગતના વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી હતી. જેમાં 15માં નાણાં પંચની ગ્રાન્ટમાંથી 6.62 કરોડના કામો મંજૂર કર્યા હતા. તેમજ આ કામો તાત્કાલિક શરૂ કરવાની સૂચના આપવામાં આવી હતી. જિલ્લા પંચાયતની બાંધકામ શાખા દ્વારા હાલમાં 200 કરોડથી વધુના કામો હાથ ધરવામાં આવ્યા હોવાનું પંચાયત પ્રમુખે જણાવ્યું હતું. જયારે સિંચાઇ વિભાગના 16 કરોડના 66 કામોને અત્યાર સુધીમાં મંજુરી આપવામાં આવી છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોને વધુમાં વધુ સુવિધા પ્રાપ્ત થાય તે માટેના પ્રયાસો કરવામાં આવી રહયા હોવાનું પઁચાયત પ્રમુખ ચનિયારાએ જણાવ્યું હતું.

- Advertisement -

તેમણે કહ્યું કે, આરોગ્ય વિભાગ દ્વારા એકાદ-બે દિવસમાં 80 જેટલાં ફિમેલ વેલ્થ વર્કરના નિમણુંકના આદેશ આપવામાં આવશે. આજની બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, પંચાયતના સભ્યો તથા જુદા-જુદા વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular