ગત રવિવારે જામનગર ઠેબા ચોકડી સ્થિત જેસીઆર હોટલ ફન ખાતે અખિલ ભારતીય ઔદિચ્ય ગઢીયા બ્રહ્મસમાજ ફેડરશનની સામાન્ય સભા યોજાઈ હતી. ફેડરેશન પ્રમુખ હિતેશભાઈ પંડ્યાના અધ્યક્ષસ્થાને ફન હોટલ ખાતે યોજાયેલી સામાન્ય સભામાં રાજ્યભરમાંથી તમામ હોદ્દેદારો, કારોબારી સભ્યો, ટ્રસ્ટીઓ, સલાહકાર સભ્યો સહિતના ઉપસ્થિત રહ્યા હતા. ફેડરેશન મહામંત્રી કિશોરભાઈ જોશી, ખજાનચી દિલીપભાઇ રાવલ દ્વારા ગત મીટીંગનું વાચંન તથા હિસાબો રજૂ કર્યા હતા. સામાન્ય સભાનું સંચાલન વિદુરભાઈ પંડ્યા દ્વારા કરવામાં આવ્યું હતું. ફેડરેશન પ્રમુખ તથા મુખ્યમંત્રીના જનસંપર્ક અધિકારી હિતેશભાઈ પંડ્યા દ્વારા પૂર્વ પ્રમુખ કિશોરભાઇ મહેતાનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.
રાજકોટથી પધારેલ સીનીયર સભ્યો દ્વારા ફેડરેશનની સ્થાપનાને 25 વર્ષ પૂર્ણ થતાં હોય સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટ ખાતે ઉજવણી કરવાની તૈયારી દર્શાવી જેને તમામ સભ્યો દ્વારા હર્ષોલ્લાસ સાથે આવકારી હતી. વડોદરા ઘટકનાં સભ્ય ,દાતા સૂર્યકાંત ભાઈ શુક્લ દ્વારા જુદાં જુદાં ઘટકોને જ્ઞાતિના ઉત્કર્ષ માટે અનુદાન આપવામાં આવ્યું હતું.
જામનગર ઘટકના પ્રમુખ પ્રફુલ્લભાઈ વ્યાસ, વિજયભાઈ ભટ્ટ અશોકભાઈ ભટ્ટ, કનકભાઈ વ્યાસ, જયેશભાઇ ભટ્ટ દ્વારા ફેડરેશન પ્રમુખ હિતેશભાઈ પંડ્યા તથા આશાબેન હિતેશભાઈ પંડ્યાનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. ફેડરેશન પ્રમુખ હિતેશભાઈ પંડ્યા દ્વારા જામનગર ઘટકનાં પ્રમુખ પ્રફુલ્લભાઈ વ્યાસનું શાલ ઓઢાડીને બહુમાન કરવામાં આવ્યું હતું. આભારવિધી ફેડરેશન પ્રમુખ હિતેશભાઈ પંડ્યા દ્વારા કરવામાં આવી હતી.