આજના આ ફાસ્ટયુગમાં વ્યકિત સતત પોતાના કામોમાં વ્યસ્ત રહે છે. અને સતત સ્ટ્રેસમાં હોય છે. ત્યારે આવા સમયે સંગીત એ એક એવો જાદુ છે જે વ્યકિતને તમામ ચિંતા ઉપાધિમાંથી બહાર કાઢીને ફ્રેશ બનાવી દે છે. તો આ સંગીતના શોખને પુરો કરવા માટે ગીતો ગાવાના શોખને આગળ વધારવા માટે સાચુ અને સારૂં ગાતા રાખવા માટે જામનગરમાં શિવરંજની કરાઓ કે, કલાસ ચાલે છે. જેમાં ગાના ઓર ખાના પીકનીકનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
જામનગરમાં સંગીત વિશારદ કમલેશભાઇ ઓઝા દ્વારા નિવૃતિની પ્રવૃત્તિ તરીકે સંગીત યાત્રા શરૂ કરીને વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો અને શિવરંજની કરાઓ કે, કલાસ દ્વારા લોકોને સાચુ અને સારૂં ગાતા શીખવાડવાની શરૂઆત કરી ઘણા બધા ખિતાબો મેળવનાર અને વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર સિંગર કમલેશભાઇ ઓઝાને આ શરૂઆતને લોકોએ ખૂબ સારો પ્રતિસાદ આપ્યો અને અત્યારે નાની-મોટી બધી ઉમરના લોકો પોતાનો ગાવાનો અને સંગીતનો શોખ પુરો કરવા કલાસમાં જોડાયા છે.
તાજેતરમાં શિવરંજની કલાસ દ્વારા તેમના સ્ટુડન્ટસ અને તેમના પરિવાજરનો માટે ‘ગાના ઓર ખાના’ કાર્યક્રમનું આયોજન કર્યુ હતું જેમાં મોટી સંખ્યામાં લોકો પરિવાર સાથે જોડાયા હતા. સાત વર્ષથી લઇને 70 વર્ષ સુધીના લોકોેએ આ સંગીતની સંધ્યાને માણી હતી. આ સાથે જુદી-જુદી સ્પર્ધાઓ દ્વારા ખૂબ ગમ્મત સાથે આ પિકનિક ઉજવી હતી.